ભૂતપૂર્વ ભારતીય ઓફ સ્પિનર સરનદીપ સિંહની બોલીંગ એક્શન પર આજે મુંબઈ અને હિમાચલ પ્રદેશ વચ્ચે રણજી ટ્રોફી સુપર લીગ ગ્રુપ એ મેચ દરમિયાન શંકા વ્યક્ત કરવામાં આવી.
મુંબઈના બીજા દાવની 24 મી ઓવર દરમિયાન લેગ અંપાયર સંજીવ રાવે તેમની એક્શન પર શંકા વ્યક્ત કરી ત્યારે સરનદીપ પોતાની ત્રીજી ઓવર ફેંકી રહ્યાં હતાં ત્યાર બાદ કપ્તાન અશોક ઠાકુરે તેમને આક્રમણથી હટાવી દીધા.
હિમાચલના કોચ રાજદીપ કલસીએ મેચ બાદ કહ્યું કે, તે દુખી છે. પ્રથમ દાવમાં સરનદીપ સિંહની બોલીંગ એક્શન પર પ્રશ્ન ઉઠાવવામાં આવ્યાં ન હતાં અને તે વીડિયો જોઈને એ જાણવાનો પ્રયત્ન કરી રહ્યાં છે કે, બીજા દાવમાં તેમની એક્શન કેવી રીતે ખોટી થઈ ગઈ.
કલસીએ કહ્યું કે, ભારત તરફથી ત્રણ ટેસ્ટ અને પાંચ એકદિવસીય મેચ રમનારા સરનદીપને સત્રમાં પ્રથમ રાષ્ટ્રીય ક્રિકેટ એકેડમી એનએસએમાં સંદિગ્ધ બોલીંગ એક્શનમાં સુધાર માટે બોલાવવામાં આવ્યાં હતાં.