ભારત અને શ્રીલંકા વચ્ચે અહી મોટેરાના સરદાર વલ્લભભાઈ પટેલ સ્ટેડિયમ અપ્ર રમવામાં આવી રહેલ જેપી કપ-2009ની પ્રથમ ટેસ્ટ મેચમાં રમતના અંતિમ દિવસે ટીમ ઈંડિયાના બેટ્સમેનો ટેસ્ટ બચાવવા પ્રયત્ન કરી રહ્યા છે. આજે ઓપનર ગૌતમ ગંભીરે પોતાની ટેસ્ટ કેરિયરની 7મી સદી પૂરૂ કરી. સદી બનાવવા માટે તેમણે 187 બોલનો સામનો કર્યો અને 12 ચોક્કા માર્યા
આજે રમતની શરૂઆતમાં ભારતે પોતાની ગઈકાલની રમતનો સ્કોર 190/2 થી આગળ રમવાનુ શરૂ કર્યુ. ભારતે પોતાની ત્રીજી વિકેટ અમિત મિશ્રા(24)ના રૂપમાં ગુમાવી દીધુ. તેણે મેથ્યુઝની બોલ પર દિલશાનને લપકી લીધો. નાઈટ વોચમેન મિશ્રાએ ગંભીરની સાથે ત્રીજી વિકેટ માટે 40 રન જોડ્યા.
ત્યારબાદ રમવા આવેલ માસ્ટર બ્લાસ્ટર સચિન અને ગંભીરે શ્રીલંકાની બોલરોનો વિશ્વાસની સાથે સામનો કર્યો. બંને બેટ્સમેનોએ લંચ સુધી જોખમ ઉઠાવ્યા વગર સ્કોરને આગળ વધાર્યો. લંચ પછી ગંભીર હેરથની બોલ પર સિક્સ મારવા જતા મિડઓફ પર પ્રસાદને કેચ આપી બેસ્યા. ગંભીરે 230 બોલમાં 114 રન બનાવ્યા.
લંચ પછીની રમતમાં ભારતે ચાર વિકેટ પર 276 રન બનાવી લીધા હતા, સચિન 50 અને વીવીએસ લક્ષ્મણ 16 રન બનાવી ક્રીઝ પર હતા. ભારત હજુ પણ શ્રીલંકાથી 58 રન પાછળ છે અને તેની છ વિકેટ હજુ બાકી છે.