મહારાષ્ટ્ર સરકાર આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સચિન તેંડુલકરના તાજેતરમા6 20 વર્ષ પૂરા થવા બદલ તેમને વિશેષ રૂપે સન્માનિત કરશે.
આ નિર્ણય રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં લેવામાં આવ્યો, જેની અધ્યક્ષતા મુખ્યમંત્રી અશોક ચૌહાણે કરી.
બેઠકમાં એક પ્રસ્તાવ કરીને સચિનને તેની આ ઉપલબ્ધિની સાથે જ એક દિવસીય આંતરરાષ્ટ્રીય ક્રિકેટ મેચમાં 17 હજાર રન પૂરા કરવા બદલ અભિનંદન આપવામાં આવ્યા.
સૂત્રોએ જણાવ્યુ કે આ પ્રસ્તવ મુખ્યમંત્રી ચૌહાણે પોતે રાખ્યો. પ્રસ્તાવમાં કહેવામાં આવ્યુ છે કે સચિન મહારાષ્ટ્રના સપૂત છે, જેમણે પોતાની રમત દ્વારા દેશના અસંખ્ય લોકોને ખુશ કરવાની સાથે જ વિશ્વ ક્રિકેટમાં મહાનતમ સ્થાન મેળવ્યુ.