ક્રિકેટરોની પ્રોફાઈલ | ક્રિકેટ સ્ટેટ્સ | ટ્વેટી-20 વર્લ્ડ કપ 09 | ક્રિકેટ ટીકર | ક્રિકેટ સમાચાર | લેખ
મુખપૃષ્ઠ » રમત » ક્રિકેટ » ક્રિકેટ સમાચાર » ભારત-શ્રીલંકાની બીજી ટેસ્ટ મેચનો અઢી કરોડનો વીમો
Feedback Print Bookmark and Share
 

ભારત અને શ્રીલંકા વચ્ચે 24 નવેમ્બરથી અહીં ગ્રીનપાર્કમાં રમાનારી બીજી ટેસ્ટ મેચ મટે ઉત્તર પ્રદેશ ક્રિકેટ સંઘે અઢી કરોડનો વીમો કરાવ્યો છે, જેનુ એક લાખ 25 હજાર રૂપિયાનુ પ્રીમિયમ પણ જમા કરાવી દીધુ છે.

યૂપીસીએના અધિકારીઓએ આજે પત્રકાર વાર્તામાં બતાવ્યુ કે વીમા હેઠળ કોઈ પણ કારણે મેચ રદ્દ થવાના 50 લાખ રૂપિયા, ટિકિટ વિતરણ દરમિયાન કોઈ ગડબડ કે દુર્ઘટના થતા 60 લાખ રૂપિયા, જાહેરાતના 40 લાખ, મેચ દરમિયાન કોઈ દુર્ઘટના થતા દર્શકો માટે 50 લાખ, ફર્નીચર કે ટેંટને નુકશાન થતા 10 લાખ અને યૂપીસીએના કોઈ અધિકારી કે કર્મચારી દુર્ઘટનાગ્રસ્ત થવાથી 25 લાખ રૂપિયાનો વીમો કરાવ્યો છે. તેમણે જણાવ્યુ કે મેચનો વીમો કરવામાં આવ્યો છે અને પ્રીમિયમની ધનરાશિ પણ જમા કરાવી દીધી છે.
સંબંધિત જાણકારી શોધો