ભારત અને શ્રીલંકા વચ્ચે અહીં મોટેરાના સરદાર વલ્લભ ભાઈ પટેલ સ્ટેડિયમ પર રમાઈ રહેલ જેપી કપ - 2009ની પ્રથમ ટેસ્ટ મેચમાં રમતના અંતિમ દિવસે ભારતીય બોલરોએ પોતાનુ કૌશલ બતાવી મેચ બચાવી લીધી.
રનોથી ભરપૂર વિકેટ પર સચિન તેંદુલકર અને વીવીએસ લક્ષ્મણની અણનમ ભાગીદારીથી ભારત સંકટમાંથી નીકળી ટેસ્ટ ડ્રો કરવામાં સફળ રહ્યુ. સચિને આજે પોતાના ટેસ્ટ કેરિયરની 43મી સદી ફટકારી એક વધુ રેકોર્ડ પોતાના નામે કર્યો. આ દાવમાં સચિને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 30 હજાર રન પૂરા કરવાનો રેકોર્ડ બનાવ્યો.