પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના અધ્યક્ષ એજાજ બટે શોએબ અખ્તરની રાષ્ટ્રીય ટીમમાં પરત ફરવાની શક્યતાથી ઈંકાર કરવાના સમાચારને નકરતા કહ્યુ છે કે ફિટનેસની સમસ્યા સામે ઝઝૂમી રહેલ આ ઝડપી બોલરને ઘરેલુ ટૂર્નામેંટમાં પોતાની ઉપયોગિતા સાબિત કરવી પડશે.
બટે કહ્યુ - મેં આવુ કોઈ નિવેદન આપ્યુ નથી. બોર્ડ અધ્યક્ષ આવા ખેલાડી વિશે આ પ્રકારનુ નિવેદન કેવી રીતે કરી શકે છે, જેનો કેન્દ્રીય કરાર ચ હે અને જે પાકિસ્તાન માટે ફરી રમવા માંગે છે. તેમણે કહ્યુ - બીજા ખેલાડીઓની જેમ તેણે પણ ઘરેલૂ સ્તર પર રમીને પોતાના ફોર્મ અને ફિટનેસને સાબિત કરવુ પડશે. ત્યારબાદ જ રાષ્ટ્રીય ટીમમાં તેની પસંદગી થઈ શકશે. તેમણે કહ્યુ કે કપ્તાન યૂનિસ ખાને આવતા મહિનામાં ઓસ્ટ્રેલિયા પ્રવાસમાં તેમના આવવાની આશા બતાવી છે.