ક્રિકેટરોની પ્રોફાઈલ | ક્રિકેટ સ્ટેટ્સ | ટ્વેટી-20 વર્લ્ડ કપ 09 | ક્રિકેટ ટીકર | ક્રિકેટ સમાચાર | લેખ
મુખપૃષ્ઠ » રમત » ક્રિકેટ » ક્રિકેટ સમાચાર » ગ્રીનપાર્કની સુરક્ષામાં દાગ, રિવોલ્વર સાથે એકની ધરપકડ
Feedback Print Bookmark and Share
 

કાનપુરમાં 24 નવેમ્બરથી શરૂ થનારી ભારત-શ્રીલંકા ટેસ્ટ મેચ પહેલા એક મોટી સુરક્ષા ભૂલ સામે આવી છે. એક માણસની રિવોલ્વર સાથે ગ્રીન પાર્ક સ્ટેડિયમથી ધરપકડ કરવામાં આવી છે. પોલીસ તેની પૂછપરછ કરી રહી છે. 24 નવેમ્બરના રોજ ભારત-શ્રીલંકાની વચ્ચે કાનપુરના ગ્રીનપાર્ક સ્ટેડિયમમાં બીજી ટેસ્ટ મેચ રમાશે અને બંને ટીમો કાનપુર પહોંચી ચુકી છે. બીજી બાજુ સ્ટેડિયમમાં એક વ્યક્તિની રિવોલ્વર સાથે ધરપકડ કરવામાં આવી છે.

આ વ્યક્તિ ખુદને પત્રકાર બતાવીને સ્ટેડિયમમાં ધુસ્યો હતો. સ્ટેડિયમમાં હાજર પત્રકારોની નજર પડતા તેમણે પોલીસને સૂચના આપી, જ્યાર પછી તેની ધરપકડ કરવામાં આવી. તેનુ આઈકાર્ડ તપાસતા જાણ થઈ કે તેની વૈદ્યતા પૂરી થઈ ચૂકી હતી. હાલ પોલીસ તેની પૂછપરછ કરી રહી છે.
સંબંધિત જાણકારી શોધો