મહારાષ્ટ્ર વિરુદ્ધ આ સત્રના પોતાના પ્રથમ રણજી મેચમાં બેવડી સદી ફટકારનારા સૌરાષ્ટ્રના રણ મશીન ચેતેશ્વર પુજારાએ કહ્યું છે કે, પોતાની કારકિર્દી માટે ખતરો બનેલી ઘૂંટણની ઈજા છતાં પણ તેમના રનોની ભૂખ જ્યાં હતી ત્યાં જ છે.
દક્ષિણ આફ્રીકામાં આઈપીએલ ટૂ દરમિયાન અભ્યાસ મેચ દરમિયાન પુજારાને ઈજા પહોંચી હતી જેના કારણે કોલકાતા નાઈટરાઈડર્સના આ બેટ્સમેનને મે માસમાં પોતાનું ઓપરેશન કરાવવું પડ્યું. ત્યાર બાદ તેમણે પોતાના પિતા અને ભૂતપૂર્વ રણજી ખેલાડી અરવિંદ પુજારાની દેખરેખમાં રિહૈબિલિટેશન કાર્યક્રમમાં ભાગ લીધો અને તત્કાલીન કોચ ડેવ વ્હાઈટમોરની દેખરેખ હેઠળ અમુક દિવસો એનસીએમાં પણ વિતાવ્યાં.
ઈજા બાદ પોતાનો પ્રથમ મેચ રમનારા પુજારાએ અણનમ 203 રન બનાવ્યાં જેનાથી તેનો સત્રના આગામી મેચો માટે આત્મવિશ્વાસ વધ્યો છે.