આઈસીસી અંડર 19 વિશ્વ કપ ક્રિકેટ ટૂર્નામેંટને આજે યૂનિવર્સિટી ઓવલમાં સત્તાવર રીતે લોન્ચ કરવામાં આવી. આ ટૂર્નામેન્ટ આગામી વર્ષે 15 થી 30 જાન્યુઆરી વચ્ચે ન્યૂઝીલેન્ડમાં રમવામાં આવશે. ગત ચેમ્પિયન ભારત આ ટૂર્નામેન્ટમાં પોતાના અભિયાનની શરૂઆત ઉદ્ઘાટનવાળા દિવસે ક્રાઇસ્ટચર્ચ નજીક સ્થિત બર્ટ સટક્લિફ ઓવલમાં ક્વાલીફાયર અફઘાનિસ્તાન વિરુદ્ધ કરશે.
આઈસીસી મુખ્ય કાર્યકારી હારૂન લોર્ગટે આ પ્રસંગે આ ટૂર્નામેન્ટન ટ્રેક રેક્રોર્ડનો ઉલ્લેખ કર્યો અને કહ્યું કે, આ આંતરરાષ્ટ્રીય ક્રિકેટના ભવિષ્યના સ્ટાર ખેલાડીઓ માટે લોંચિગ પેડ છે.