ભારત-શ્રીલંકા વચ્ચે કાનપુરના ગ્રીન પાર્ક સ્ટેડિયમમાં બીજો ક્રિકેટ ટેસ્ટ મેચ આજે યોજાયો હતો. ભારતીય કપ્તાન મહેન્દ્ર સિંહ ધોનીએ ટોસ જીતીને પ્રથમ બેટીંગ કરવાનો નિર્ણય લીધો હતો. અત્રે જણાવાનું કે, અમદાવાદના મોટેરા સ્ટેડિયમમાં રમવામાં આવેલો પ્રથમ મુકાબલો ડ્રો રહ્યો હતો. ભારતે આ મેચ માટે પોતાની ટીમમાં બે પરિવર્તન કર્યા . ઝડપી બોલર ઈશાંત શર્માના સ્થાને એસ.શ્રીસંતને જ્યારે લેગ સ્પિનર અમિત મિશ્રાના સ્થાન પર ડાબા હાથના સ્પિનર પ્રજ્ઞાન ઓઝાને અંતિમ 11 ખેલાડીઓમાં સ્થાન આપવામાં આવ્યું .