ક્રિકેટરોની પ્રોફાઈલ | ક્રિકેટ સ્ટેટ્સ | ટ્વેટી-20 વર્લ્ડ કપ 09 | ક્રિકેટ ટીકર | ક્રિકેટ સમાચાર | લેખ
મુખપૃષ્ઠ » રમત » ક્રિકેટ » ક્રિકેટ સમાચાર » ગંભીર ચાર મેચમાં સદી ફટકારનારા ત્રીજા ભારતીય
Bookmark and Share Feedback Print
 

ઓપનિંગ બેટ્સમેન ગૌતમ ગંભીર શ્રીલંકા વિરુદ્ધ 167 રનનો દાવ રમીને સતત ચાર મેચમાં સદી ફટકારનારા ત્રીજા ભારતીય બેટ્સમેન બની ગયાં છે. ગંભીર પહેલા સુનીલ ગાવસ્કર અને રાહુલ દ્વવિડે આ પરાક્રમ કરી દેખાડ્યું હતું.

ડાબા હાથના આ બેટ્સમેને પોતાના કારકિર્દીનું આઠમું શતક ફટકાર્યું. તેમણે સતત સદી ફટકારવાની શરૂઆત ન્યૂજીલેન્ડ વિરુદ્ધ નેપિયરમાં 137 રનનો દાવ રમીને કરી હતી ત્યાર બાદ તેમણે ન્યૂજીલેન્ડ વિરુદ્ધ જ વેલિંગટનમાં આગામી મેચમાં 167 રન બનાવ્યાં અને બાદમાં શ્રીલંકા વિરુદ્ધ અમદાવાદમાં પ્રથમ ટેસ્ટ મેચમાં 114 રનનો દાવ રમ્યો.

ગાવસ્કરે 1977 માં આ રેકોર્ડ બનાવ્યો હતો. તેમણે ઈંગ્લેન્ડ વિરુદ્ધ મુંબઈમાં 108 રન બનાવ્યાં ત્યાર બાદ ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ બ્રિસ્બેનમાં 1213, પર્થમાં 127 અને મેલબર્નમાં 118 રન બનાવ્યાં હતાં. આ ત્રણેય શતક તેમણે બીજા દાવમાં લગાવ્યાં.

દ્રવિડે 2002 માં ગાવસ્કરની બરાબરી કરી તેમણે ઈંગ્લેન્ડ વિરુદ્ધ નાટિંઘમમાં 115, ઇંગ્લેન્ડ વિરુદ્ધ લીડ્સમાં 148 અને ઓવલમાં 217 તથા વેસ્ટઈંડીજ વિરુદ્ધ મુંબઈમાં અણનમ 100 રન બનાવ્યાં હતાં.
સંબંધિત જાણકારી શોધો