ક્રિકેટરોની પ્રોફાઈલ | ક્રિકેટ સ્ટેટ્સ | ટ્વેટી-20 વર્લ્ડ કપ 09 | ક્રિકેટ ટીકર | ક્રિકેટ સમાચાર | લેખ
મુખપૃષ્ઠ » રમત » ક્રિકેટ » ક્રિકેટ સમાચાર » ભારતના ચાર વિકેટે 535 રન
Bookmark and Share Feedback Print
 

રાહુલ દ્રવિડના 28 માં શતક બાદ ભારતે શ્રીલંકા વિરુદ્ધ બીજા ક્રિકેટ ટેસ્ટના બીજા દિવસે આજે લંચ પહેલા બે વિકેટ ગુમાવીને ચાર વિકેટ પર 535 રનનો સ્કોર બનાવી લીધો છે. લંચ સમયે વીવીએસ લક્ષ્મણ 24 અને યુવરાજ સિંહ 13 રન બનાવીને રમી રહ્યાં હતાં.

સવારના સત્રમાં બેટથી રનોની એ આતિશબાજી જોવા ન મળી જેનું પ્રદર્શન કાલે વીરેન્દ્ર સહેવાગે કર્યું હતું. પોતાના કાલના સ્કોર બે વિકેટ પર 417 રનથી આગળ રમતા ભારતે દ્રવિડ઼ (144) અને સચિન તેંદુલકર (40) ની વિકેટ ગુમાવી.

પ્રથમ કલાકમાં રાહુલ દ્રવિડને એંજેલો મૈથ્યૂજે ઘણા પરેશાન કર્યા અને તેંદુલકર પણ પોતાની રંગતમાં ન દેખાયાં. તેંદુલકરને 29 ના સ્કોર પર જીવનદાન પણ મળ્યું જ્યારે અજંતા મેંડિસના દડા પર તિલકરત્ને દિલશાને તેમનો કેચ પકડ્યો. ત્યાર બાદ તેંદુલકરે મેંડિસના માથા પરથી છક્કો ફટકારીને દબાણ હટાવ્યું.
સંબંધિત જાણકારી શોધો