ક્રિકેટરોની પ્રોફાઈલ | ક્રિકેટ સ્ટેટ્સ | ટ્વેટી-20 વર્લ્ડ કપ 09 | ક્રિકેટ ટીકર | ક્રિકેટ સમાચાર | લેખ
મુખપૃષ્ઠ » રમત » ક્રિકેટ » ક્રિકેટ સમાચાર » અફ્રિદી પર બે ટ્વેન્ટી-20 મેચનો પ્રતિબંધ
Bookmark and Share Feedback Print
 

પાકિસ્તાનની ક્રિકેટ ટીમના ઈનચાર્જ સુકાની શાહિદ અફ્રિદી પર બોલ સાથે ચેડા કરવા સબબ આઈસીસીએ બે ટ્વેન્ટી-20 મેચ પર પ્રતિબંધ મૂકવાની સજા ફટકારી છે.

રવિવારે અહીંના ગાળાના મેદાન પર રમાયેલા ઓસ્ટ્રેલિયા સામેના પાંચમાં વનડે દરમિયાન મેચ જ્યારે રસાકસીભર્યો તબક્કે હતો ત્યારે અફ્રિદીએ 45 મી ઓવર વખતે દડો મોઢામાં નાખીને દાંતથી સિલાઈ તોડવાનો પ્રયાસ કર્યો હતો જે કેમેરામાં રીતસર ઝડપાઈ ગયું હતું. આથી રેફરીની સૂચનાથી અમ્પાયર અશોક ડિ'સીલ્વામે રમત અટકાવી એ દડો થર્ડ અમ્યાપરને સોંપી નવા દડાથી રમત આગળ ધપાવી હતી.

આ પછી મેચ રેફરી રંજન મદગુલ્લે અને અમ્પાયરોની હાજરીમાં અફ્રિદી પાસેથી ખુલાસો મંગાયો હતો અને ટીવી ફૂટેજ અને દડાની હાલત જોયા બાદ ઓસ્ટ્રેલિયા સામેના આગામી બે ટવેન્ટી-20 મેચ રમવા પર અફ્રિદી પર પ્રતિબંધની સજા ફટકરી હતી.
સંબંધિત જાણકારી શોધો