પર્થના મેદાન ઉપર રમાયેલી પાંચમી અને અંતિમ વન ડે મેચમાં પણ ઓસ્ટ્રેલિયાએ ચાર બોલ ફેંકવાના બાકી હતાં ત્યારે પાકિસ્તાન ઉપર બે વિકેટે જીત મેળવીને શ્રેણી 5-0 થી જીતી લીધી હતી. ઓસ્ટ્રેલિયાએ સતત બીજી વખત પાકિસ્તાનને વ્હાઈટ વોશ કરવામાં સફળતા મેળવી છે.
પાકિસ્તાને પ્રથમ બેટિંગ કરતા 212 રન બનાવ્યાં હતાં જેના જવાબમાં ઓસ્ટ્રેલિયાએ 49.2 ઓવરમાં 8 વિકેટ ગુમાવીને આ રન બનાવી લીધા હતાં. ઓસ્ટ્રેલિયા તરફથી રિકી પોન્ટીંગે સૌથી વધુ 55 રન બનાવ્યાં હતાં. આ ઉપરાંત માઈક હસી 40 રન બનાવીને નોટ આઉટ રહ્યો હતો.
પાકિસ્તાન તરફથી નવિદ ઉલ હસન, શહિદ આફ્રિદી અને શોએબ મલિકે બે બે વિકેટ ઝડપી હતી.