ક્રિકેટરોની પ્રોફાઈલ | ક્રિકેટ સ્ટેટ્સ | ટ્વેટી-20 વર્લ્ડ કપ 09 | ક્રિકેટ ટીકર | ક્રિકેટ સમાચાર | લેખ
મુખપૃષ્ઠ » રમત » ક્રિકેટ » ક્રિકેટ સમાચાર » વન ડે માં ધોનીને ખસેડી હસી નંબર-1
Bookmark and Share Feedback Print
 

આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ (આઈસીસી) દ્વારા સોમવારે જારી કરવામાં આવેલી વન-ડે બેટ્સમેન રેન્કીંગમાં ભારતીય કેપ્ટન એમ.એમ. ધોનીના નંબર એકના સામ્રાજ્યનો અંત આવ્યો હતો. સોમવારે જારી કરવામાં આવેલી રેન્કીંગમાં ઓસ્ટ્રેલિયાના આધારભૂત મીડલ ઓર્ડર બેટ્સમેન માઈકલ હસી 825 પોઈન્ટ સાથે ટોચના સ્થાને પહોંચી ગયો છે.

જાન્યુઆરી 2009 થી રેન્કીંગ ટોચના સ્થાને રહેલા ધોનીના 822 પોઈન્ટ છે. જો કે, દક્ષિણ આફ્રિકા સામેની ત્રણ વન-ડે મેચો દરમિયાન ધોનીને પુન: નંબર એક બનવાની તક મળશે. ગત મહિને બાંગ્લાદેશ ખાતે રમાયેલી ત્રિકોણીય શ્રેણીમાં ચાર દાવમાં ધોનીએ એક સદી સાથે 61.33 ની એવરેજ સાથે 184 રન બનાવ્યાં હતાં. ધોની એપ્રિલ 2006 માં પ્રથમ વખત નંબર એક બેટ્સમેન રેન્કીંગમાં બન્યો હતો જ્યારે હસીએ પાકિસ્તાન સામેની પાંચ મેચોની શ્રેણીમાં 73.33 ની એવરેજથી 220 રન બનાવ્યાં હતાં જેના કારણે ધોનીને પછડાટ આપવામાં તે સફળ રહ્યો છે. સચિન એક સ્થાન આગળ વધીને 723 પોઈન્ટ સાથે સાતમાં સ્થાને પહોંચી ગયો છે.

ટોપટેનમાં ત્રીજો ભારતીય વિરેન્દ્ર સહેવાગ 702 પોઈન્ટ સાથે નવમાં સ્થાને યથાવત છે. યુવરાજસિંહ 12, ગંભીર 19 અને સુરેશ રેના 20 માં સ્થાને છે.
સંબંધિત જાણકારી શોધો