પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (પીસીબી) ને એ સમયે જોરદાર આંચકો લાગ્યો જ્યારે ભૂતપૂર્વ કપ્તાન જાવેદ મિયાંદાદે મહાનિદેશક પદ છોડવાની ધમકી આપી દીધી. મિયાંદાદે કહ્યું કે, બોર્ડ અધ્યક્ષ એજાજ બટ્ટ સાથે મનમોટાવના કારણે તે એવું કરી શકે છે.
પાકિસ્તાનના સૌથી સફળ બેટ્સમેન તરીકે પ્રખ્યાત મિયાંદાદે કહ્યું કે, તેમને પૂરી રીતે નજર બહાર કરી દેવામાં આવ્યાં છે તેથી આવી સ્થિતિમાં કામ કરવાથી સારું એ રહેશે કે, તે રાજીનામું આપી દે.
મિયાંદાદે કહ્યું કે, પાકિસ્તાની ક્રિકેટમની દશા ખુબ જ ખરાબ છે. આપણે એક થઈને તેને બચાવવું પડશે. બીજા દેશવાસીઓની જેમ હું પણ તેમાં મારુ યોગદાન આપવા ઈચ્છું છું પરંતુ મને નજર બહાર કરી દેવામાં આવ્યો છે.
મિયાંદાદે કહ્યું કે, તેમણે પીસીબીના મુખ્ય સંરક્ષક અને દેશના રાષ્ટ્રપતિ આસિફ અલી જરદારીને એક પત્ર લખ્યો છે જેમાં તેમણે પોતાની અને પાકિસ્તાની ક્રિકેટની મોજૂદા સ્થિતિ જણાવી છે.
મિયાંદાદે જણાવ્યું કે, તેમણે પત્રમાં લખ્યું છે કે, ઉમર થવાના કારણે બટ્ટ હવે અધ્યક્ષ પદ પર રહેવાને લાયક નથી. તેમણે કહ્યું કે, તે વૃદ્ધ થઈ ચૂક્યાં છે તે પોતાના વ્યક્તિગત કામ યોગ્ય રીતે કરી શકતા નથી તો પીસીબીથી જોડાયેલા કાર્યોને કેવી રીતે અંજામ સુધી પહોંચાડશે.