ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ દ્વારા ટીમ ઈન્ડિયાના મુખ્ય કોચ ગેરી કસ્ટર્નનો કાર્યકાળ વધારવાનો નિર્ણય લેવાયો છે. કસ્ટર્નના આગળનો નવો કરાર કરવામાં આવશે.
કર્સ્ટનનો કરાર આવતા મહિને સમાપ્ત થાય છે. આથી બીસીસીઆઈ દ્વારા તેને ચાલુ રાખવા આગળની કાર્યવાહી શરૂ કરી છે. કર્સ્ટર્ન વર્ષ 2008 માં બે વર્ષના કરારથી ભારતીય ટીમ સાથે જોડાયો હતો. ગ્રેગ ચેપલનું સ્થાન લેનારા કસ્ટર્નના કોચપદ હેઠળ ભારતીય ટીમ ટેસ્ટની સરતાજ બની છે અને છેલ્લી સાતમાંથી છ વન ડે શ્રેણીમાં જીત મેળવી છે. સચિન અને સુકાની ધોનીથી લઈને જુનિયર ખેલાડીને ગુરૂ ગેરીની તાલિમ ફાવી ગઈ છે.
તાજેતરમાં આફ્રિકાની ટીમના કોચ મીકી આર્થરે રાજીનામું આપતા કસ્ટર્નને દેશની ટીમ સંભાળવાની ઓફર મળશે તેવી શક્યતા હતી પણ કર્સ્ટને સ્પષ્ટતા કરી છે કે, આફ્રિકા તરફથી તેને આવો કોઈ પ્રસ્તાવ મળ્યો નથી. આથી બીસીસીઆઈ હવે કસ્ટર્નનો કરાર આગળ વધારવા નિશ્વિત બની છે.