ક્રિકેટરોની પ્રોફાઈલ | ક્રિકેટ સ્ટેટ્સ | ટ્વેટી-20 વર્લ્ડ કપ 09 | ક્રિકેટ ટીકર | ક્રિકેટ સમાચાર | લેખ
મુખપૃષ્ઠ » રમત » ક્રિકેટ » ક્રિકેટ સમાચાર » દડા સાથે ચેડા તો બધી ટીમ કરે છે : ઈમરાન
Bookmark and Share Feedback Print
 

પાકિસ્તાનની વિશ્વ કપ વિજેતા ટીમના ભૂતપૂર્વ સુકાની ઈમરાન ખાને આફ્રિદીના સૂરમા સૂર પુરાવતા કહ્યું છે કે, દુનિયાની બધી ટીમો દડા સાથે છેડછાડ કરતી હોય છે. જો કે, તેણે અફ્રિદીની હરકતનો બચાવ કર્યો ન હતો અને આ ઘટના પાક. ક્રિકેટ માટે શરમજનક ગણાવી હતી. ઈમરાને પાક. પ્રમુખ ઝરદારીને આડે હાથ લઈને એવું કહ્યું હતું કે, તેણે દેશના ક્રિકેટનો સત્યાનાશ કરી નાખ્યો છે.

ઈમરાને આ મામલે આઈસીસીને નિશાન બનાવીને જણાવ્યું હતું કે, આવા કિસ્સાઓમાં ફક્ત ઉપમહાદ્વીપના ખેલાડીઓને જ સજા મળે છે જ્યારે અમે રમત રમતા હતાં ત્યારે અમે રિવર્સ સ્વિંગનો પહેલીવાર ઉપયોગ શરૂ કર્યો હતો ત્યારે અમારા પર દડા સાથે ચેડાં અને ખોટું કરાતા હોવાના આક્ષેપો થયાં પણ ઈંગ્લેન્ડ અને અન્ય દેશના બોલરોએ રિવર્સ સ્વિંગ શરૂ કર્યા તો તે કળા બની ગઈ.
સંબંધિત જાણકારી શોધો