ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ક્રિકેટ
  4. »
  5. ક્રિકેટ સમાચાર
Written By ભાષા|

સચિનને ભારત રત્ન મેળવવાની ઈચ્છા

ND
N.D
લીજેન્ડ ક્રિકેટર સચિન તેંડુલકરે વાતવાતમાં સંકેત આપ્યો હતો કે, ભારત રત્ન એવોર્ડ મેળવવાની તેની પણ ઈચ્છા છે. મુંબઈમાં એક કાર્યક્રમ દરમિયાન પત્રકારો સાથે વાત કરતા સચિને કહ્યું હતું કે, દેશનું સર્વોચ્ચ નાગરિક સન્માન મેળવવું કોને ન ગમે. આ એવોર્ડ મેળવવાનું તો દરેક ભારતીયનું સપનું હોય છે.

સચિન તેંડુલકરે ગ્વાલીયર ખાતેની દક્ષિણ આફ્રિકા સામેની બીજી વન ડે માં 200 રન બનાવીને આંતરરાષ્ટ્રીય વન ડે ઈતિહાસમાં બેવડી સદી બનાવનારા પ્રથમ ખેલાડી બની ગયો છે ત્યારથી જ દેશના રાજકીય પક્ષો તેને ભારત રત્નથી નવાજવાની માંગ કરીને રાજનીતિ કરી રહ્યાં છે.

સૌથી પહેલા દેશને એક માત્ર વિશ્વકપ અપાવનારા કપિલદેવે પણ સચિનને ભારત રત્ન એવોર્ડ આપવાની માંગની શરૂઆત કરી હતી. ત્યારબાદ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી અશોક ચૌહાણે પણ કપિલદેવના સુરમાં સુર પૂરાવ્યો હતો. આના પછી તરત જ શિવસેનાએ પણ આવી માગણી કરી હતી.