રેકોર્ડના બાદશાહ સચિન તેંદુલકરને ભારતીય રમતોના સૌથી પ્રભાવશાળી વ્યક્તિ ચૂંટવામાં આવ્યાં છે. સ્પોર્ટ્સ ઈલસ્ટ્રેટેડની પ્રભાવશાળી વ્યક્તિઓની વાર્ષિક યાદીમાં રમતોથી જોડાયેલા 50 વ્યક્તિ શામેલ છે તેમાં તેંદુલકર ટોપ પર છે. ત્યાર બાદ આઈપીએલ અધ્યક્ષ લલિત મોદી બીજા તથા ફોર્સ ઈંડિયાના માલિક દારૂના વ્યવસાયી વિજય માલ્યા ત્રીજા સ્થાને છે.
કેન્દ્રિય કૃષિ મંત્રી અને આઈસીસીના ભાવી અધ્યક્ષ શરદ પવાર ચોથા, ભારતીય ક્રિકેટ ટીમના કપ્તાન મહેન્દ્રસિંહ ધોની પાંચમાં અને બીસીસીઆઈ અધ્યક્ષ શશાંક મનોહર છઠ્ઠા સ્થાન પર છે. ભારતીય રમતોના 50 પ્રભાવશાળી વ્યક્તિઓમાંથી કેટલાકને સન્માનિત કરવામાં આવી ચૂક્યાં છે. તેમાં તેંદુલકર, ટેનિસ તારિકા સાનિયા મિર્જા યાદીમાં 50 માં સ્થાને, બેઈજિંગ ઓલિંપિક સ્વર્ણ પદક વિજેતા અભિનવ બિંદ્રા 41 માં, ચર્ચિલ બ્રધર્સ ટીમના માલિક ચર્ચિલ અલેમાઓ 48 માં અને ડેમ્પો સ્પોર્ટ્સ ટીમના માલિક શ્રીનિવાસ ડેમ્પો 49 માં ક્રમાંકે શામેલ છે.
તેંદુલકરે આ પ્રસંગે કહ્યું કે, ' હું દેશ માટે દિલથી ક્રિકેટ રમવા ઈચ્છું છું. મારા મારા સ્વપ્નાઓને જીવી રહ્યો છું તથા બે ત્રણ પેઢીઓ સાથે ક્રિકેટ રમ્યો છું. હું ટીમનો ખાસ સભ્ય બનવા ઈચ્છતો હતો અને એવું જ થયું. '
તેમણે કહ્યું કે, ' એક દિવસીય આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં બેવડી સદી ફટકારનારો પ્રથમ બેટ્સમેન બન્યાં બાદ મને પ્રશંસકોના અનેક શુભેચ્છા સંદેશ મળી રહ્યાં છે.'