શ્રીલંકાના હાથે કરારી હારથી હતાશ ભારત બુધવારે અહી ત્રિકોણીય શ્રેણીના 'કરો યા મરો'ની હરીફાઈમાં ન્યુઝીલેંડ સામે ટકરાશે. બેટ્સમેનોના ખરાબ ફોર્મ ભારતીય ટીમ માટે ચિંતાનો વિષય બની શકે છે. મેચ ભારતીય સમય મુજબ બપોરે અઢી વાગ્યે શરૂ થશે.
અંક તાલિકામાં સૌથી નીચેના પગથિયે વિરાજેલ મહેન્દ્ર સિંહ ધોનીની ટીમને એ પણ પ્રાર્થના કરવી પડશે કે વરસાદ આજની મેચમાં અવરોધ ઉભો ન કર, કારણ કે જો મેચ રદ્દ પણ થઈ તો ન્યૂઝીલેંડ ફાઈનલમાં પહોંચી જશે. શ્રીલંકા પહેલાથી જ ફાઈનલમાં પહોંચી ચુક્યુ છે.
મેચ પહેલા ધોની જોકે ટીમની બેટિંગ લઈને ચિંતિત હશે, જે પૂરી સીરિઝ દરમિયાન આશાઓ પર ખરી નથી ઉતરી. શ્રીલંકા વિરુદ્ધ છેલ્લી મેચમાં 103 રન પર ઓલઆઉટ થઈ હતી અને ન્યુઝીલેંડ વિરુદ્ધ પહેલી મેચમાં ટીમ ઈંડિયા ફક્ત 88 રન બનાવી શકી હતી.