આજે થનારી ભારત-ન્યુઝીલેંડ મેચના વિજેતા 28 ઓગસ્ટના રોજ શ્રીલંકાની સાથે ત્રિકોણીય શ્રેણીની ફાઈનલ રમશે. શ્રેણીમાં ભારતીય બેટ્સમેનોએ અત્યાર સુધી નિરાશ કર્યા છે. હવે રમાયેલ ત્રણ મેચોમાંથી બે માં કરારી હાર મળી છે. ન્યુઝીલેંડ વિરુધ્ધ ટીમ ઈંડિયા માત્ર 88 રન પર આઉટ થઈ અને તેને એક અઠવાડિયા પછી શ્રીલંકા વિરુદ્ધ તેણે માત્ર 103 રન જ બનાવ્યા અને શ્રીલંકા આ મેચ માત્ર 15 ઓવરમાં જ જીતી ગયુ, માનો તેની સામે ટીમ ઈંડિયા નહી કોઈ ક્લબ ટીમ રમી રહી હોય.
આ બંને મેચમાં ભારતની હારની જવાબદારે બેટ્સમેનોની રહી. રમતમાં હાર-જીત તો થાય છે, પરંતુ મહત્વપૂર્ણ એ છે કે ટીમે કેવી રમત બતાવી. ઉપરોક્ત બંને મેચોમાં ભારતીય બેટ્સમેન પોતાની જવાબદારીથી બચવા માટે કોઈ બહાનુ નથી બનાવી શકતા.
આજે ન્યુઝીલેંડ વિરુદ્ધ મેચમાં ભારતીય બેટ્સમેનોએ પોતાની નિષ્ફળતાને ભૂલીને ટીમ માટે રમવુ પડશે અને કોશિશ કરવી પડશે કે ભારત આ મેચ જીતીને ફાઈનલમાં સ્થાન બનાવે.
આમ તો બધા બેટ્સમેનોની જવાબદારી છે કે તેઓ રન બનાવે,પરંતુ કપ્તાન મહેન્દ્રસિંહ ધોનીની બેટ આજે સારા રન ફટાકારે તેવી આશા રહેશે, કારણ કે સીરિઝની અત્યાર સુધીની મેચમાં તેઓએ કોઈ વિશેષ દેખાવ કર્યો નથી. સાથે જ સુરેશ રૈના, યુવરાજસિંહ, રોહિત શર્મા, દિનેશ કાર્તિકને પણ ભારતીય ક્રિકેટ પ્રેમી રન બનાવે તેવી આશા રાખીએ. આમ તો જો વિસ્ફોટક બેટ્સમેન વીરેન્દ્ર સહેવાગની બેટ ચાલી ગઈ તો મેચ ન્યુઝીલેંડની પહોંચની બહાર નીકળી જશે.