વીરેન્દ્ર સહેવાગની આક્રમક સદી પછી બોલરોના દમદાર પ્રદર્શનને કારણે ભારતની શરૂઆતમાં મુશ્કેલીઓમાંથી બહાર આવતા બુધવારે અહી ન્યુઝીલેંડ પર 105 રને એકદમ સહેલી જીત મેળવી ત્રિકોણીય શ્રેણીના ફાઈનલમાં પ્રવેશ કર્યો.
સહેવાગ(110)ની સદી ઉપરાંત કપ્તાન મહેન્દ્ર સિંહ ધોની(38)ની સાથે પાંચમી વિકેટ માટે 107 રનની ભાગીદારી પણ કરી, પરંતુ તેમ છતા 46.3 ઓવરમાં 223 રન જ બનાવી શક્યા. સહેવાગે 93 બોલની પોતાના દાવમાં 16 ચોક્કા અને એક છક્કો માર્યો.
ભારતનો આ નાનો સ્કોર પણ ન્યુઝીલેંડને માટે પહાડ જેવો સાબિત થયો અને પ્રવિણ (34રન પર ત્રણ)અને મુનાફ પટેલ (21 પર ત્રણ)ની ધારદાર બોલિગની સામે તેમની પૂરી ટીમ 30.1 ઓવરમાં 118 રન પર પેવેલિયન ભેગી થઈ ગઈ. ન્યુઝીલેંડ તરફથી નવમા નંબર પર બેટિંગ કરવા ઉતરેલ કાઈલ મિલ્સે સર્વાધિક 52 રન બનાવ્યા. ઝડપી બોલર આશીષ નેહરાએ પણ 6.1 ઓઅવરમાં માત્ર 10 રન આપીને બે વિકેટ લીધી.
આ જીતની સાથે ભારત 10 અંકની સાથે ફાઈનલમાં પહોંચ્યુ જ્યા તેનો સામનો 28 ઓગસ્ટના રોજ મેજબાન શ્રીલંકા સાથે થશે, જે 11 અંક સાથે ટોચ પર રહ્યુ. ન્યુઝીલેંડના સાત અંક રહ્યા.