પાકિસ્તાનના પૂર્વ કોચ જ્યોફ લૉસને દાવો કર્યો છે કે ઈગ્લેંડના પ્રવાસ પર આવેલ પાકિસ્તાનની ક્રિકેટ ટીમના ખેલાડીઓને અવૈધ સટોરિયાઓએ ધમકી આપી હશે કે 'સ્પોટ ફિક્સિંગ' કરો નહિ તો તેમના પરિવારના લોકોને નુકશાન પહોંચાડવામાં આવશે.
લોસને કહ્યુ કે લોકોએ તરત જ પાકિસ્તાની ક્રિકેટ ખેલાડીઓ વિશે ધારણા બનાવી લીધી,પરંતુ જે કંઈ પણ થઈ રહ્યુ છે તેમા ધન સાથે કોઈ લેવડ-દેવડ નથી હોઈ શકતી.
સિડની મોર્નિંગ હેરાલ્ડ છાપાએ પોતાના સ્તંભમાં લોસને લખ્યુ છે કે જો ફિક્સિંગના આરોપ સાબિત થઈ જશે તો આ ફિરૌતી, ધમકી અને પોતાના પરિવારની કુશળતા માટે હશે.