સ્પોટ ફિક્સિંગના આરોપી પાકિસ્તાનના ટેસ્ટ કપ્તાન સલમાન બટ્ટ અને બંને ઝડપી બોલર મોહમ્મદ આસિફ અને મોહમ્મદ આમિરના ક્રિકેટ રમવા પર આજીવન પ્રતિબંધ લાગી શકે છે.
પાકિસ્તાનના આઈસીસીની સલાહ પર ગુરૂવારે આ ત્રણે કલંકિત ક્રિકેટરોને ટીમમાંથી હટાવી દીધા હતા. આઈસીસીએ મામલાએને તપાસ પૂરી થતા સુધી આ તિકડીને કોઈ પણ પ્રકારને ક્રિકેટ અને આ રમત સાથે જોડાયેલ કોઈપણ ગતિવિધિમાં ભાગ લેવા પર પ્રતિબંધ લગાવી દીધો છે.
બટ્ટ, આસિફ અને આમિરને આઈસીસીની ભ્રષ્ટાચાર રોધી સંહિતા હેઠળ આરોપિત કરવામાં આવ્યા છે. જો કે તેમની પાસે આના વિરુદ્ધ 14 દિવસની અંદર એક સ્વતંત્ર ટ્રિબ્યૂનલમાં અપીલ કરવાનો વિકલ્પ છે.
આઈસીસીના મુખ્ય કાર્યકારી હારન લોગોર્ટે કહ્યુ કે આવી બાબતોમાં આપણે નિર્ણાયક કાર્યવાહી કરવી જોઈએ. જો આરોપી ખેલાડીઓનો અપરાધ સિદ્ધ થાય છે તો તેમના પર આજીવન પ્રતિબંધ લાગી શકે છે.
તેમણે કહ્યુ કે આપણે કાયદાકીય પ્રક્રિયા પૂરી થતા પહેલા જ આ ખેલાડીઓને દોષી કરાર ન આપવો જોઈએ, કારણ કે આ વાતનો નિર્ણય કરવો સ્વતંત્ર ટ્રિબ્યૂનલનુ કામ છે.