ક્રિકેટરોની પ્રોફાઈલ | ક્રિકેટ સ્ટેટ્સ | ટ્વેટી-20 વર્લ્ડ કપ 09 | ક્રિકેટ ટીકર | ક્રિકેટ સમાચાર | લેખ
મુખપૃષ્ઠ » રમત » ક્રિકેટ » ક્રિકેટ સમાચાર » પુરસ્કારની યાદીમાંથી આમિરનુ નામ હટાવાયુ
Bookmark and Share Feedback Print
 

PTI
આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદે ભારતમાં આવતા મહિને થનારા આઈસીસી પુરસ્કારોની યાદીમાંથી પાકિસ્તાનના નિલંબિત ઝડપી બોલરો મોહમ્મદ આસિફ અને મોહમ્મદ આમિરનુ નામ હટાવી દીધુ છે. આઈસીસીના પ્રવક્તાએ કહ્યુ કે બંને ખેલાડીઓનુ નામ નામાંકન યાદીમાંથી કાપી નાખ્યુ છે.

આમિરને એમર્જિંગ પ્લેયર ઓફ ધ ઈયર જ્યારે કે આસિફને ટેસ્ટ પ્લેયર ઓફ ધ ઈયર માટે નામાંકિત કરવામાં આવ્યા હતા.

ઉલ્લેખનીય છે કે આઈસી દ્વારા આરોપિત કરવામાં આવ્યા પછી ગુરૂવારે બહાર કરવામાં આવેલ પાકિસ્તાન ટેસ્ટ કપ્તાન સલમાન બટ, આસિફ અને આમિરની પોલીસે પૂછપરછ પણ કરી.

ગયા અઠવાડિયે એક બ્રિટિશ ટેબલાયડે આરોપ લગાવ્યુ હતો કે ત્રણ પાકિસ્તાની ક્રિકેટરોએ લાર્ડસમાં ઈગ્લેંડના વિરુધ્ધ ચોથી ટેસ્ટમાં જાણીજોઈને નોબોલ ફેક્યો હતો.
સંબંધિત જાણકારી શોધો