ઈગ્લેંડ યાત્રા પર વિવાદોથી ઘેરાયેલી પાકિસ્તાની ટીમ મેદાન પર પણ શર્મસાર થઈ રહી છે અને મેજબાને તેને બીજી ટ્વેંટી-20મેચમાં 89 રન પર સમેટ્યા પછી છ વિકેટે હરાવીને બંને મેચની શ્રેણી 2-0થી જીતી લીધી.
મેચ ફિક્સિંગના આરોપોને કારણે પાકિસ્તાનના ત્રણ ખેલાડીઓને આઈસીસીએ બહાર કર્યા છે.
પાકિસ્તાની ટીમ બીજી મેચમાં 89 રન પર ઓલાઆઉટ થઈ ગઈ. જવાબમાં ઈગ્લેંડે 14 ઓવરમાં ચાર વિકેટ ગુમાવીને જીત નોંધાવી લીધી. ઈગ્લેંડે સતત સાતમી વાર ટી-20 મેચમાં જીત નોંધાવીને રેકોર્ડની બરાબરી કરી છે.