ક્રિકેટરોની પ્રોફાઈલ | ક્રિકેટ સ્ટેટ્સ | ટ્વેટી-20 વર્લ્ડ કપ 09 | ક્રિકેટ ટીકર | ક્રિકેટ સમાચાર | લેખ
મુખપૃષ્ઠ » રમત » ક્રિકેટ » ક્રિકેટ સમાચાર » સચિનનું લક્ષ્ય, ચેમ્પિયન લીગમાં સેંચુરી
Bookmark and Share Feedback Print
 

N.D
આંતરરાષ્ટ્રીય ક્રિકેટના 94 સદી સહિત કુલ 132 સદી બનાવનારા સચિન આ રમતનુ સૌથી નાનુ પ્રારૂપ ટ્વેંટી-20મા હજુ પણ પ્રથમ સદીની તાકમાં છે અને શ્રેષ્ઠ ફોર્મમાં ચાલી રહેલ મુંબઈ ઈંડિયંસના કપ્તાન દસ સપ્ટેમ્બરથી શરૂ થનારા ચેમ્પિયન લીગમાં આ તક ઝડપવા માંગે છે.

સદીઓના બાદશાહ તેંડુલકરે અત્યાર સુધી 40 ટ્વેંટી-20 મેચ રમી છે, પરંતુ તેઓ તેમાથી ક્યારેય સદી નથી મારી શક્યા. ટ્વેંટી-20માં તેમના નામે દસ હાફ સેંચુરી નોંધાયેલ છે. તેમનો સર્વોચ્ચ સ્કોર અણનમ 89 રન છે. આના વિપરિત તેમણે પ્રથમ શ્રેણી કે લિસ્ટ એ માં યાદીબદ્ધ મેચોમાં સદી મારવામાં ક્યારેય સાવધાની નથી રાખી.

આ વર્ષે તેમણે અત્યાર સુધી માત્ર બે વનડે રમી જેમાં દક્ષિણ આફ્રિકા વિરુધ્ધ ગ્વાલિયરમા રમાયેલ મેચનો પણ સમાવેશ છે, જેમાં અણનમ 200 રન બનાવીને તેઓ એકદિવસીય આંતરાષ્ટ્રીય ક્રિકેટમાં ડબલ સેંચુરી મારનારા પ્રથમ બેટ્સમેન બન્યા હતા.

જો તેંડુલકર પોતાનુ આ ફોર્મ ચેમ્પિયંસ લીગમાં યથાવત રાખશે તો તે સદીના જાદુઈ આંકડા સુધી પહોંચી શકે છે. જ્યા અત્યાર સુધી દુનિયાના 71 અને ભારતના પાંચ બેટ્સમેન પહોંચી શક્યા છે.

ભારત તરફથી પાંચ બેટ્સમેનોએ ટ્વેંટી-20માં સદી મારી હતી જેમા રોયલ ચેલેંજર્સના મનીષ પાંડે(અણનમ 114)મુરલી વિજય, સુરેશ રૈના, યૂસુફ પઠાન અને રોહિત શર્માએ આ ઉપલબ્ધિ મેળવી છે.
સંબંધિત જાણકારી શોધો