ક્રિકેટ સમાચાર | ક્રિકેટરોની પ્રોફાઈલ | લેખ | ટ્વેટી-20 વર્લ્ડ કપ 09 | ક્રિકેટ સ્ટેટ્સ | ક્રિકેટ ટીકર | ટ્વેંટી-20 વિશ્વ કપ | વિશ્વકપ 2011
મુખપૃષ્ઠ » રમત » ક્રિકેટ » ક્રિકેટ સમાચાર » મેલબોર્ન ટેસ્ટમાં ભારતનો કારમો પરાજય

P.R
મેલબોર્ન ટેસ્ટમાં જીત માટે 292 રનનાં લક્ષ્યાંકનો પીછો કરતા ભારતીય ટોપ ઓર્ડરનો ધબડકો થયો હતો. ઓસ્ટ્રેલિયન બોલિંગનાં ઝંઝાવાત સામે સેહવાગ, ગંભીર, દ્રવિડ, લક્ષ્મણ અને કોહલી સસ્તામાં પેલેવિયન ભેગા થઈ ગયા હતા. જો કે સચિન પણ 32 રન બનાવી સિડલનો શિકાર બન્યો હતો.

ભારત ટીમે લક્ષ્યાંકનો પીછો કરતા 17 રનનાં સ્કોર પર સેહવાગની વિકેટ ગુમાવી હતી. સેહવાગ 7 રન બનાવી સિડલની ઓવરમાં કેચ આઉટ થયો હતો. પહેલા દાવમાં નિષ્ફળ ગયેલો ગંભીર પણ 13 રન બાનાવી સિડલનો શિકાર બન્યો હતો.

ગંભીર આઉટ થવાની સાથે ભારતે 39 રન પર બીજી વિકેટ ગુમાવી દીધી હતી. ગંભીરનાં સ્થાને ક્રિઝ પર આવેલા સચિને દ્રવિડ સાથે મળી બાજી સંભાળવાનો પ્રયાસ કર્યો હતો, પેટ્ટિંન્સને દ્રવિડ-લક્ષ્મણને સસ્તામાં આઉટ કરી ટીમને મજબૂત સ્થિતીમાં લાવી દીધી હતી. દ્રવિડ 10 રન બનાવી બોલ્ડ થયો હતો તો લક્ષ્મણ 1 રન બનાવી કેચ આઉટ થયો હતો.

ભારતે 68 રનનાં સ્કોર પર 4 વિકેટ ગુમાવ્યા બાદ ક્રિઝ પર આવેલો કોહલી હિલ્ફનહાસની ઓવરમાં પહેલા જ બોલ પર એલબીડબ્લ્યૂ થયો હતો. કોહલી ખાતુ ખોલાવ્યા વગર આઉટ થતા ભારતે 69 રન પર 5મી વિકેટ ગુમાવી દીધી હતી. ભારતનો બેટિંગમાં ધબડકો થયા બાદ જવાબદારીનો ભાર સચિન-ધોની પર આવી ગઈ હતી, પરંતુ સચિનની વિકેટ પડતા ભારત મેચ હારવાની કગાર પર આવી ગયુ હતું.

સચિન 32 રન બનાવી સિડલનો શિકાર બન્યો હતો. અશ્વિન 30 રન બનાવી આઉટ થતા ભારતે 117 રનનાં સ્કોર પર 7 વિકેટ ગુમાવી દીધી હતી. 8મી વિકેટનાં રૂપે ઝાડિર ખાન અને ધોની પેટ્ટિંન્સનની બોલ પર બોલ્ડ થતા ભારતે 142 રન પર 9મી વિકેટ ગુમાવી દીધી હતી.

ચોથા દિવસે ઓસ્ટ્રેલિયા બીજા દાવમાં 240 રનમાં ઓલઆઉટ થતા ભારતને જીત માટે 292 રનનો લક્ષ્યાંક મળ્યો હતો. કંગારુઓએ ચોથા દિવસે 179 રનથી આગળ રમતા હસી 89 રન બનાવી ઝાહિર ખાનનો શિકાર બન્યો હતો. જો કે ત્યારબાદ 10મી વિકેટ માટે પોટ્ટિંસન-હિલ્ફનહાસની 43 રનની ભાગીદારીમ મહત્વપૂર્ણ ભાગીદારી નોંધાવી હતી.
સંબંધિત જાણકારી
WebduniaWebdunia