ઓસ્ટ્રેલિયા સામે બોક્સિંગ ડે ટેસ્ટમાં કારમા પરાજયનો સામનો કર્યા બાદ ભરતીય કેપ્ટન ધોનીએ બીજી ટેસ્ટમાં વાપસી કરવાની આશા વ્યક્ત કરી હતી.
બીજા દાવમાં 292 રનનાં લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી ભારતીય ટીમ 169 રનમાં તંબુ ભેગી તઈ ગઈ હતી. જેથા કંગારુઓએ 4 ટેસ્ટની શ્રેણીમાં 1-0થી સરસાઈ મેળવી લીધી છે. મેચ બાદ ધોનીને ભારતીય મુખ્ય બેટ્સમેનોની ટીકા ન કરતા બીજી ટેસ્ટમાં વાપસી કરવાની આશા વ્યક્ત કરી હતી.
તેમજ કેપ્ટન કુલએ વધુમાં ઉમેરતા ઓસ્ટ્રેલિયન બોલરોનાં વખાણ કર્યા હતા. ધોનીએ કંગારુઓનાં નિચેલા ક્રમનાં બેટ્સમેનોનાં પણ વખાણ કર્યા હતા. ભારત પહેલા દાવમાં ઓસ્ટ્રેલિયાથી 51 રન પાછળ હતુ, પરંતુ બોલરોએ શાનદાર પ્રદર્શન કરી ભારતે મેચમાં વાપસી કરી હતી.
તેમજ ચોથા દિવસે પેટ્ટિંસન-હિલ્ફનહાસ વચ્ચે નોંધાયેલી 43 રનની ભાગીદારીને લીધે ઓસ્ટ્રેલિયાએ ચોથા દિવસે 61 રન ઉમેર્યા હતા. શ્રેણીની બીજી ટેસ્ટ 3 જાન્યુઆરીએ સિડનીમાં રમાશે.