ક્રિકેટ સમાચાર | ક્રિકેટરોની પ્રોફાઈલ | લેખ | ટ્વેટી-20 વર્લ્ડ કપ 09 | ક્રિકેટ સ્ટેટ્સ | ક્રિકેટ ટીકર | ટ્વેંટી-20 વિશ્વ કપ | વિશ્વકપ 2011
મુખપૃષ્ઠ » રમત » ક્રિકેટ » ક્રિકેટ સમાચાર » ટીમને હિમંતની જરૂર છે, ટીકાની નહી - કપિલ દેવ

P.R
વિશ્વ કપ વિજેતા કેપ્ટન કપિલ દેવ ઓસ્ટ્રેલિયામાં ટીમ ઈન્ડિયાના નાલેશીભર્યા પ્રદર્શની સતત ટીકા કરી રહ્યો હતો, પરંતુ શુક્રવારે તેને ટીમ ઈન્ડિયાની ટીકા કરવાને બદલે નાજૂક પરિસ્થિતીમાં ટીમને હિમ્મત આપવાનું જણાવ્યું હતુ.

કપિલે ઉમેર્યં હતુ કે ટીમ ઈન્ડિયા ઓસ્ટ્રેલિયામાં કંગાળ પ્રદર્શન કરી રહી છે જેના લીધે દેશવાસીઓ શરમ અનુભવી રહ્યા છે. પરંતુ હવે ટીકા કરવાને બદલે ટીમનો આત્મવિશ્વાસ વધારવો જોઈએ.

કપિલ દેવ અનુસાર ભારતીય ટીમના ખેલાડીઓએ ખુદ પર વિશ્વાસ દાખવી જીતનો રસ્તો શોધવો જોઈએ. કેપ્ટન ધોની પર ટીમને સંભાળવાની જવાબદારી છે, તેને જવાબદારી નિભાવવી જોઈએ.

ટીમની પ્રતિષ્ઠા પાછી મેળવવા માટે ખેલાડીઓએ સાથે બેસી ભૂતકાળમાં કરેલી ભૂલનું નિરાકરણ લાવવુ જોઈએ. જોકે સીનિયરોનની ટીમમાંથઈ હકાલપટ્ટીના મામલે કપિલે કોઈ જવાબ આપ્યો નહતો
સંબંધિત જાણકારી
WebduniaWebdunia