ક્રિકેટ સમાચાર | ક્રિકેટરોની પ્રોફાઈલ | લેખ | ટ્વેટી-20 વર્લ્ડ કપ 09 | ક્રિકેટ સ્ટેટ્સ | ક્રિકેટ ટીકર | ટ્વેંટી-20 વિશ્વ કપ | વિશ્વકપ 2011
મુખપૃષ્ઠ » રમત » ક્રિકેટ » ક્રિકેટ સમાચાર » એડીલેડ ટેસ્ટમાં પણ ભારત મુશ્કેલીમાં

P.R
500 રનના લક્ષ્યાંકનો પીછો કરી રહેલી ટીમ ઈન્ડિયાની ઓપનિંગ જોડી ટીમને સારી શરૂઆત અપાવવામાં નિષ્ફળ ભારતે ટી બ્રેક સુધીમાં 2 વિકેટના નુકશાને 92 રન નોંધાવ્યા હતા. તો ટી બ્રેક બાદ દ્રવિડ 25 રનના અંગત સ્કોર પર હેરિસની ઓવરમાં કેચ આઉટ થતા ભારતે ત્રીજી વિકેટ ગુમાવી હતી.

ગંભીર ફક્ત 3 રનના અંગ સ્કોર પર હેરિશની ઓવરમાં વિકેટ પાછળ કેચ દઈ બેઠો હતો. ગંભીર આઉટ થતા ભારતે 14 રન પર પ્રથમ વિકેટ ગુમાવી હતી. જોક ત્યારબાદ સેહવાગે આક્રમક અંદાજમાં ફક્ત 36 બોલમાં અર્ધસદી ફટકારી દ્રવિડ સાથે મળી બાજી સંભાળી પ્રયાસ કર્યો હતો. પરંતુ લિયોનના ફુલોટોસ બોલને લોફ્ટેડ શોટ ફટકારવામાં સેહવાગ 62 રનના અંગત સ્કોર પર કેચઆઉટ થયો હતો. સચિન-લક્ષ્મણ ક્રીઝ પર છે.
સંબંધિત જાણકારી
WebduniaWebdunia