શ્રેણીની છેલ્લી અને એડિલેડ ટેસ્ટમાં રહી સહી લાજ બચાવવા ઉતરેલી ટીમ ઈન્ડિયાનો 298 રનથી પરાજય થયો હતો. પાંચમાં દિવસની રમતમાં ભારતીય ટીમ ફક્ત 37 રન ઉમેરી 201 રન પર ઓલઆઉટ થઈ ગી હતી. એડિલેડ ટેસ્ટમાં પણ કારમા પરાજય સાથે ટીમ ઈન્ડિયાએ વ્હાઈટવોશની ચાદર ઓઢી લીધી હતી.
ઈશાંત 2, સાહા 3, ઉમેશ યાદવ 1, ઝાહિર ખાન 15 રન બનાવી આઉટ થતા ભારત બીજા દાવમાં 201 રન પર ઓલઆઉટ થઈ ગયુ હતુ. ઈનિંગ્સના અંતે અશ્વિન 15 રન બનાવી અણનમ રહ્યો હતો. ઓસ્ટ્રેલિયા તરફથી બીજા દાવમાં નથાન લિયોને 4, હેરિસે 3 અને હિલ્ફેનહોસ-સિડલે 1-1 વિકેટ ઝડપી હતી. એડિલેડ ટેસ્ટમાં જીત સાથે ઓસ્ટ્રેલિયાએ ટીમ ઈન્ડિયાનો 4-0થી વ્હાઈટવોશ કર્યો હતો. તો બીજી તરફ ટીમ ઈન્ડિયાનો વિદેશની ધરતી પર સતત આઠમો પરાજય થયો હતો.