મુંબઇ. ધુણી મગનના ઓફ સ્પિનર હરભજન સિંહ પર 5 વન-ડે મેચોનો પ્રતિબંધ આજે બીસીસીઆઇએ લાદયો છે. મોહાલીમાં આઇપીએલની કિંગ્સ 11 પંજાબની મેચમાં શ્રીસંતને થપ્પડ મારવાના મામલાની તપાસ કરનાર નાણાવટી પંચે બીસીસીઆઈને પોતાનો અહેવાલ રવિવારે સોંપ્યા બાદ શિસ્ત સમિતિની મુંબઈમાં આજે બુધવારે યોજાયેલી મહત્વપૂર્ણ બેઠકમાં હરભજન સિંહ પર પાંચ વન ડે મેચનો પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. 27 વર્ષિય હરભજન પર પહેલા જ હાલમાં ચાલી રહેલી આઇપીએલની 11 મેચોનો પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. એટલે આઇપીએલના દરવાજા ભજ્જી માટે બંધ થતા તેના પર 4 લેવલના ગુના બદલ તેને મેચ ફી પેટે મળનાર રૂ. 3 કરોડ પણ ગુમાવવા પડયા છે. આ બેઠકમાં બોર્ડના વરિષ્ઠ અધિકારીઓ સીવાય અધ્યક્ષ શરદ પવાર પણ હાજર રહ્યાં હતાં... |