બેંગ્લોર. આજથી ગ્લેમરસ ટૂર્નામેન્ટની પ્રથમ મેચ કોલકાત્તા નાઈટ રાઈડર્સ અને બેંગ્લોર રોયલ ચેલેંજર્સ વચ્ચે યોજાશે. શાહરુખ ખાનની કોલકત્તા નાઈટ રાઈડર્સ અને વિજય માલિયાની બેંગ્લોર રોયલ ચેલેંજર્સ 44 દિવસની ટ્વેન્ટી-20 ટૂર્નામેન્ટની શરુઆત કરશે. આ આપીએલનું ઉદ્દઘાટન સાંજે 6.30 કલાકે થશે અને મેચ 7 કલાકે શરૂ થઇ જશે. અનેક ખ્યાતનામ આંતરરાષ્ટ્રીય ખેલાડીઓની સાથે સાથે ભારતના શ્રેષ્ઠ ખેલાડીઓ પણ આ ટૂર્નામેંટમાં ભાગ લઈ રહ્યાં છે.
બેંગ્લોર ટીમ પાસે ઓસ્ટ્રેલિયાનો સુકાની રીકી પોંટિગ જેવો ધૂર્ધર ખેલાડી નથી પરંતુ તેમછતાં ભારતનો ટેસ્ટ ટીમનો કપ્તાન અનિલ કુંબલે અને દ.આફ્રિકાનો જેક્સ કાલિસ જેવા ખેલાડીતો છે જ.
સૌરવ ગાંગુલી અને રાહુલ દ્રવિડની ટીમ જ્યારે આમને સામને ટકરાશે ત્યારે દર્શકો તેને કેવી પ્રતિક્રિયા આપે છે તે જોવું રહ્યું. નાઈટ રાઈડર્સમાં ઓસ્ટ્રેલિયાનો સુકાની રીકી પોન્ટિંગ અને હાલમાં જ ઈજામાંથી સ્વસ્થ થયેલો ઈશાંત શર્મા પણ શામેલ છે. બેંગ્લોર ટીમ પાસે પણ દક્ષિણ આફ્રિકાનો ઓલ રાઉન્ડર જેક્સ કાલિસ અને ભારતીય ટેસ્ટ સુકાની અનિલ કુંબલે પણ છે. બેંગ્લોરના ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં સાંજ પડતાં જ એક યાદગાર સમારોહ શરુ થશે. સુપરહિટ શંકર, અહસાન અને લોયની ધુનો વચ્ચે લોકોના મનોરંજન માટે તમામ પ્રયાસો કરવામાં આવ્યાં છે. આ પહેલાં જ શાહરુખ ખાન, પ્રિટી ઝીન્ટા, રિતીક રોશન અને અક્ષય કુમાર જેવી હસ્તીઓ પણ આઈપીએલમાં શામેલ થવાના કારણે તમે જાણી જ ગયા હશો કે આઈપીએલમાં ગ્લેમર કંઈ ઓછું નહીં હોય.
વિજય માલિયાની બેંગ્લોર ટીમ રોયલ ચેલેન્જર્સના ચીફ એક્ઝીક્યુટીવ ચારુ શર્મા અનુસાર દર્શકોને આકર્ષવા માટે 45 મીનિટની ઓપનિંગ સેરેમની પછી તરત જ સ્ટેડિયમની લાઈટ બંધ કરવામાં આવશે અને આ અંધારા વચ્ચે પ્રતિસ્પર્ધી ટીમોના સુકાનીઓ પર સ્ટોટ લાઈટ રહશે. લીગની પહેલી મેચ બેંગ્લોર રોયલ ચેલેન્જર્સ અને શાહરુખ ખાનની કોલકત્તા નાઈટ રાઈડર્સ વચ્ચે હશે. કદાચ પહેલી વખત એક ટીમમાં રમનારા સૌરવ ગાંગુલી અને રાહુલ દ્રવિડ સુકાની તરીકે આમને સામને ટકરાશે.
|