મુંબઈ. મુંબઈમાં ગત બુધવારે રાત્રે યોજાયેલ એક બેઠક બાદ ઈન્ડિયન પ્રિમિયર લીગે જણાવ્યું હતું કે, નેશનલ બ્રોડકાસ્ટર્સ એસોશિએશન સાથેના તમામ વિવાદોનો ઉકેલ આવી ગયો છે. અને તેના કારણે હવે તમામ ન્યુઝ ચેનલો, મીડીયા આઇપીએલની ક્લિપિંગ તેમજ સમાચાર બતાવી શકે છે.
આઈપીએલના સત્તાવાળાઓ અને આઈપીએલની ટવેન્ટી 20 ટુર્નામેન્ટના એક્સક્લુઝીવ હકો ધરાવતી સોની ટીવીના સત્તાવાળાઓ ન્યુઝ બ્રોડકાસ્ટર્સ એસોસીએશનને ટુર્નામેન્ટના કવરેજનો બહિષ્કાર કરવાના એસોશિએશનના નિર્ણય બાબતે મળ્યાં હતાં.
આ બાજૂ ટેલિવિઝન ચેનલોને આઈપીએલની મેચોની કલીપીંગ્સ બતાવવા બાબતે જે ઊચી કિમત ચૂકવવાની વાત જણાવવામાં આવી તેનાથી ટેલિવિઝન ચેનલો અત્યંત નારાઝ હતી. પરંતુ હવે સમાધાન થઇ જતાં હાલમાં ન્યુઝ ચેનલો જોરસોરથી આઇપીએલ વિશેની દરેક સમાચાર પુરા પાડી રહી છે.
અંત્રે નોંધનિય છે કે, ટેલિવિઝન ચેનલોને આઈપીએલની મેચોના એક્સક્લુઝિવ હકો સોની નેટવર્કને આપી દેવા સામે વાંધો હતો, જે અગે ન્યુઝ બ્રોડકાસ્ટર્સ એસોશિએશને મંગળવારે પોતાના વિચારો પ્રગટ કરતો એક પત્ર આઈપીએલના ચેરમેને લલિત મોદીને લખ્યો હતો.
|