મુખપૃષ્ઠ > રમત > આઈપીએલ > સમાચાર
સૂચનામિત્રને મોકલોઆ પેજ પ્રિન્ટ કરો
 
આઇપીએલનો વિરોધ કરતા મિયાદાદ, અક્રમ

કરાચી. ભારતમાં બીસીસીઆઇ દ્વારા રમાઇ રહેલી આઇપીએલનો વિરોદ્ધ કરવામાં આગળ આવેલા માજી પાકિસ્તાની ઝડપી બોલર અને કેપ્ટન વસિમ અક્રમની સાથે પાકિસ્તાની ટીમના કોચ રહી ચૂકેલા જાવેદ મિંયાદાદ પણ જોડાઇ ગયા છે. તેઓના મતે આઈપીએલે આંતરરાષ્ટ્રિય ક્રિકેટ કાર્યક્રમોને પ્રભાવિત કરવાનુ શરૂ કરી દીધુ છે.

ગઇકાલે મિંયાદાદે આઇપીએલની આકરી આલોચના કરતા જણાવ્યું હતુ કે, આઈપીએલે આંતરરાષ્ટ્રિય ક્રિકેટ કાર્યક્રમોને પ્રભાવિત કરવાનુ શરૂ કરી દીધુ છે અને ભવિષ્યમાં આ લીગ વધારે ખાનગી પક્ષો અને સંગઠનોને ક્રિકેટમાં આવવા પ્રોત્સાહીત કરશે, અને રૂપિયાના જોરે એક નવું લીંગ આંતરરાષ્ટ્રીય બજારોમાં ઊભું કરશે.

મિંયાદાદે એમ પણ કહ્યું હતુ કે, આઈપીએલની તુલના 70 ના દાયકામાં થયેલી કૈરી પેકરની શ્રેણી સાથે કરવામાં આવે છે. પરંતુ બન્ને વચ્ચે ફરક છે. પૈકરની શ્રેણીમાં રમતા ખેલાડીઓને ક્રિકેટના બદલામાં બહુ થોડુ મહેનતાણુ મળતુ હતુ.

તેમણે વધુમાં કહ્યુ હતુ કે, જ્યારે આઈસીસીએ દર બે વર્ષે ટ્વેન્ટી-20 વર્લ્ડ કપનુ આયોજન કરવાનુ જાહેર કર્યુ છે ત્યારે આવી ખાનગી લીંગો માટે કોઈ જગ્યા રહેતી નથી.

આ અગાઉ વસિમ અક્રમે એક ટીવી મુલાકાતમાં કહ્યું હતુ કે, આવી લોભામણી લીંગોનો રાષ્ટ્રિય ટીમો પર પડતા પ્રભાવને કારણે તમામ આંતરરાષ્ટ્રિય ખેલાડીઓની કારકીર્દી સમાપ્ત થઈ જશે. અને તેઓ દેશ માટે રમવાને બદલે આવી ખાનગી લીંગોમાં રમવાનું વધુ પસંદ કરશે.
ઘણું બધુ
પ્રથમ IPL મેચમાં KNRની શાનદાર જીત
કોલકત્તા નાઇટ રાઇડર્સના કિંગ ખાનનો ક્રેઝ
મીડીયા હવે આઇપીએલનું પ્રસારણ કરશે
આજથી હાઇ-પ્રોફાઇલ આઇપીએલ મેચ શરૂ