પોર્ટ ઓફ સ્પેન. વેસ્ટ ઇંડિઝનો ઓલરાઉન્ડર ડેની બ્રેવો ઈન્ડિયન પ્રીમિયર લીગમાં જોડાઇને હાલમાં સૌથી લેટેસ્ટ સ્ટાર બની ગયો છે. જ્યારે આ બાજુ ઇંગલેંડના રામપ્રકાશે આઈપીએલની ઓફર ઠુકરાવી છે.
બ્રેવો સચિન તેંડુલકરની કેપ્ટનશીપવાળી મુંબઈ ઇંડિયંસમાં જોડાયો છે. આજ ટીમમાં ઓફ સ્પીનર હરભજન સિંહ અને દક્ષિણ આફ્રિકાનો ફાસ્ટ બોલર શોન પોલોક પણ છે. બ્રેવો આગામી સપ્તાહમાં જમૈકા સામે રમાનારી કેરીબ ચેલેંજ શીલ્ડની ફાઈનલમાં રમી શકશે નહીં.
આ અંગે "ત્રીનિદાદ એક્સપ્રેસ" અને ટોબેગો ટીમ મેનેજર કોલિન બોર્ડે જણાવ્યું હતું કે, બ્રેવો આઈપીએલમાં જોડાય છે તેનાથી બધા જ રોમાંચીત છે. તેને શોન પોલોક, સચિન તેંડુલકર અને હરભજન સિંહ સાથે રમવાની તક મળી છે. આ તકનો તેમણે જરૂર લાભ લેવો જોઇએ. આ દરમિઆનમાં ઈંગ્લેન્ડના ખેલાડી માર્ક રામપ્રકાશે આઈપીએલની ઓફર ઠુકરાવી હતી.
'ડેયલી ટેલીગ્રાફ'ના મુજબ બે સપ્તાહ માટે દક્ષિણ આફ્રિકાના ગ્રીમ સ્મિથના સ્થાને રાજસ્થાન રોયલે રામપ્રકાશનો સંપર્ક સાધ્યો હતો. આ પહેલાં એલીસ્ટેર બ્રાઉને પણ આઈપીએલની ઓફર ફગાવી હતી.
|