મુખપૃષ્ઠ > રમત > આઈપીએલ > સમાચાર
સૂચનામિત્રને મોકલોઆ પેજ પ્રિન્ટ કરો
 
આજે સાંજે 5 વાગ્યે કિંગ્સ Vs સુપર કિંગ્સ
રાતે 8.30 કલાકે રાજસ્થાન રોયલ્સ સામે દિલ્હી ડેર ડેવિલ્સ ટકરાશે

નવી દિલ્હી. આજે શનિવારે ઇન્ડિયન પ્રીમિયર લીગ(આઇપીએલ)માં યુવરાજસિંહના સુકાનીવાળી કિંગ્સ ઇલેવન પંજાબ અને ધોનીના વડપણ હેઠળની ચેન્નાઇ સુપરકિંગ્સ વચ્ચે મોહાલીમાં મુકાબલો થશે. જેનું પ્રસારણ સાંજે 5.00 કલાકે સેટ મેકસ પરથી કરાશે. જ્યારે એક અન્ય મેચમાં વીરેન્દ્ર સેહવાગની દિલ્હી ડેર ડેવિલ્સની ટીમ ઓસ્ટ્રેલિયાના મહાન લેગસ્પિનર શેન વોર્નની આગેવાની હેઠળની રાજસ્થાન રોયલ્સ સામે નવી દિલ્હીના ફિરોઝશાહ કોટલા મેદાન ખાતે ટકરાશે. આ મેચનું સીધું પ્રસારણ સેટ મેકસ પરથી જ રાત્રે 8.30 કલાકે થશે.

ફક્ત ત્રણ કલાકમાં પરિણામ આપી દેનારી આ ટ્વેંટી-20 મેચ ઝડપથી રમાય છે અને રિકવરી માટે ઓછો સમય રહે છે તે જોતાં દિલ્હી-રાજસ્થાન મેચમાં કઇ ટીમ ફેવરિટ છે તે નક્કી કરવું મુશ્કેલ છે પણ એક વાત ચોક્ક્સ છે કે, રમતપ્રેમીઓને આકર્ષક અને રોમાંચક ક્રિકેટ નિહાળવા મળશે.

દક્ષિણ આફ્રિકન ખેલાડીઓ ગ્રીમ સ્મિથ અને મોર્ને મોર્કેલ અને પાકિસ્તાનના યુનુસ ખાન અને કામરાન અકમલ આ મેચમાં રાજસ્થાન માટે નહીં રમવાના હોવાથી દિલ્હીની ટીમને જરૂર ફાયદો રહેશે. પાકિસ્તાની ટીમ અત્યારે બાંગ્લાદેશ સામે વન-ડે શ્રેણી રમી રહી છે. જયારે સ્મિથ અને મોર્કેલ દક્ષિણ આફ્રિકામાં સ્થાનિક ટ્વેંટી-20 ટૂર્નામેંટ રમી રહ્યા છે. આ કારણોસર તેઓ રાજસ્થાન ટીમમાં જોડાઇ શકે તેમ નથી.

દિલ્હીની ટીમમાં પણ ડીવિલિયર્સ, શોએબ મલિક અને મોહમ્મદ આસિફ જેવા ઇન્ટરનેશનલ સ્ટાર ખેલાડી આ મેચમાં રમવાના નથી. જોકે સેહવાગ, દિલશાન, ગૌતમ ગંભીર, દિનેશ કાર્તિક, વેટ્ટોરી અને મેકગ્રા જેવા ખેલાડીઓ દિલ્હી માટે તથા શેન વોર્ન, મોહમ્મદ કૈફ, લેંગર, લેહમેન, મુનાફ પટેલ, અમદાવાદના સિદ્ધાર્થ ત્રિવેદી અને નીરજ પટેલ રાજસ્થાન રોયલ્સ માટે રમશે. ગુજરાતનો વિકેટ કિપર તરીકે પ્રસિદ્ધ થયેલ પાર્થિવ પટેલ શનિવારની મેચમાં ચેન્નાઇ ટીમ માટે રમશે.
ઘણું બધુ
વેસ્ટ ઇંડિઝનો ડેની બ્રેવો IPLમાં જોડાયો
આઇપીએલનો વિરોધ કરતા મિયાદાદ, અક્રમ
પ્રથમ IPL મેચમાં KNRની શાનદાર જીત
કોલકત્તા નાઇટ રાઇડર્સના કિંગ ખાનનો ક્રેઝ
મીડીયા હવે આઇપીએલનું પ્રસારણ કરશે
આજથી હાઇ-પ્રોફાઇલ આઇપીએલ મેચ શરૂ