મોહાલી. આજે શનિવારે ઇન્ડિયન પ્રીમિયર લીગ(આઇપીએલ)માં યુવરાજસિંહના સુકાનીવાળી કિંગ્સ ઇલેવન પંજાબ અને ધોનીના વડપણ હેઠળની ચેન્નાઇ સુપરકિંગ્સ વચ્ચે મોહાલીમાં રમાઈ રહેલ આઈપીએલની બીજી મેચમાં કિંગ્સ ઈલેવન પંજાબ સામે ચેન્નઈ સુપર કિંગ્સની ટીમે 241 રનનું લક્ષ્ય રાખ્યુ હતું તેના જવાબમાં પંજાબ કિંગ્સ 4 વિકેટના નુકશાન પર ફકત 207 રન જ બનાવી શક્યું હતું કેપ્ટન યુવરાજ સિંહે 23 રન ફટકાર્યા હતાં. અને હોપ્સે 71 રન કર્યા હતાં. આમ, ચેન્નઇ સુપર કિંગ્સની 33 રનથી શાનદાર જીત થઇ હતી.
હસ્સીની આક્રમક રમતની મદદથી ચેન્નઈ સુપર કિંગ્સને 240નો વિશાળ સ્કોર કરવામાં મદદ મળી હતી હસ્સીએ 54 બોલમાં 116 રન ફટકાર્યા, હસ્સીએ 9 છગ્ગા અને 8 બાઉન્ડ્રી ફટકારી હતી. જ્યારે બદ્રીનાથે 14 બોલમાં 31 રન બનાવ્યા હતા. પટેલ 15 રન બનાવી આઉટ થયો હતો. જ્યારે હેડનને 26 રન પર ઈરફાન પઠાને બોલ્ડ કર્યો હતો.
ધોની માત્ર બે રન બનાવી આઉટ થયો હતો. દર્શકોને ધોની ઉપર આશા હતી પરંતુ ધોનીની આકર્ષક રમત દર્શકોને જોવા મળી ન હતી. રૈના 32 રન બનાવી આઉટ થયો હતો. ઓરમ 13 રન પર આઉટ થયો હતો.
આ પહેલા ચેન્નઈ સુપર કિંગ્સના કેપ્ટન ધોનીએ ટોસ જીતીને બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. કિંગ્સ ઈલેવન પંજાબ વતી ઈરફાન પઠાણે બે વિકેટ તેમજ બ્રેટ લી, હોપ્સ અને મોટાએ એક એક વિકેટ ઝડપી હતી. છેલ્લે ચેન્નઇ સુપર કિંગ્સની 33 રનથી શાનદાર જીત થઇ હતી.
|