કોલકત્તા. કોલકતાના ઇડન ગાર્ડન મેદાનમાં ગઇકાલે કોલકાતા નાઇટ રાઇડર્સ અને હૈદરાબાદની ડેક્કન ચાર્જર્સ વચ્ચેની ટ્વેન્ટી-20 મેચ ચાલી રહી હતી ત્યારે સાંજે 7.26 કલાકે કોઇ ટેક્નિકલ કારણોસર લાઇટ બંધ થઇ જતાં 24 મિનિટ સુધી મેચ ખોરવાઇ ગઇ હતી. ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ)માં કરોડો-અબજો રૂપિયા સંકળાયેલા છે તેમ છતાં રવિવારે શાહરૂખ ખાનની કોલકત્તા નાઇટ રાઇડર્સ અને હૈદરાબાદની ડેક્કન ચાર્જર્સ વરચેની ટ્વેન્ટી-20 મેચ અપૂરતી લાઇટને કારણે અડધો કલાક સુધી અટકી પડી હતી.
ડેક્કન ટીમના 110 રનના સ્કોર સામે રમતાં કોલકાતાની ટીમે 16.4 ઓવરમાં 89 રનના સ્કોરે પાંચ વિકેટ ગુમાવી દીધી હતી ત્યારે ઇડન ગાર્ડન્સના ફ્લડલાઇટ ટાવર પૈકીના એક ટાવરમાં ખામી સર્જાઈ હતી અને લાઇટ બંધ થઇ ગઇ હતી અને મેચ રેફરી ફારૂખ એન્જિનિયરને રમત અટકાવી દેવાની ફરજ પડી હતી.
વેસ્ટ બેંગાલના પીડબલ્યુડી મિનિસ્ટર ક્ષીતી ગોસ્વામીએ જણાવ્યું હતું કે, ઇડન ગાર્ડનને પુરી પડાતી હાઇ ટેંશન લાઇનમાં ટેકનિકલ ખામી સર્જાતી દૂર્ભાગ્યે થોડાસમય માટે વિજ પુરવઠામાં અવરોધ ઊભો થયો હતો અને લાઇટ બંધ થઇ ગઇ હતી. તેઓએ ઉમર્યું હતું કે, આ મહત્વની રમત દરમિયાન જ આ ખામી સર્જાતા અમે લોકો ચોંકી ગયા હતા, સદ્દભાગ્યે ખામીની જાણ થઇ ગઇને અડધા કલાકમાં જ લાઇટ પુનઃ ચાલુ થઇ.
કોલકત્તાના મેદાન પર અંધારું છવાઇ ગયું હતું અને રમત આગળ ધપી શકી ન હતી. એક તબક્કે તો ડકવર્થ એંડ લૂઇસ સિસ્ટમને આધારે પરિણામ શું આવે તેની ગણતરી થઇ ગઇ હતી. સાંજે 7.35 કલાકે રમત શરૂ થઇ શકી હતી. આમ થયું ના હોત તો હરીફ ટીમને 110 રનના સામાન્ય સ્કોરે અટકાવી દીધી હોવા છતાં કોલકાતાની ટીમને ટાઇથી સંતોષ માનવો પડયો હોત. જોકે રમત ફરીથી શરૂ થઇ એ પછી કોલકાતાની ટીમે દસેક મિનિટમાં બાકીના રન કરીને મેચ જીતી લીધી હતી.
|