મુખપૃષ્ઠ > રમત > આઈપીએલ > સમાચાર
સૂચનામિત્રને મોકલોઆ પેજ પ્રિન્ટ કરો
 
મુંબઇમાં બેંગ્લોર રોયલ ટીમનો 5 વિકેટે વિજય

મુંબઇ. મુંબઇના વાનખેડે સ્‍ટેડિયમ ખાતે રમાયેલી આઇપીએલની મેચમાં રવિવારે ખીચો ખીચ ભરેલા દર્શકોની વચ્ચે મુંબઇ ઇંડિયંસની ટીમ વિજય માલિયાની બેંગ્લોર રોયલ ટીમ સામે પાંચ વિકેટે હારી ગઇ હતી. જ્યારે કોલકત્તા નાઇટ રાઇડર્સની ટીમે હૈદરાબાદની ડેક્કન ચાર્જર્સ ટીમ સામે પાંચ વિકેટે વિજય હાંસલ કરીને ટ્‍વેન્‍ટી-20 ક્રિકેટ ટૂર્નામેંટમાં પોતાની વિજયકૂચ જારી રાખી હતી.

અહીંના વાનખેડે સ્‍ટેડિયમ ખાતે રમાયેલી મેચમાં સચિન તેંડુલકરની ગેરહાજરીમાં સુકાની હરભજનસિંધે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિણર્ય લીધો હતો. સચિન તેંડુલકર રવિવારે મેચના સમયે અનફિટ જાહેર થતાં તે આ મેચમાં રમી શકયો ન હતો.

બેંગલોર માટે દક્ષિણ આફ્રિકન જોડી જેકસ કાલિસ અને માર્ક બાઉચરે યોગ્ય બેટિંગ કરી હતી. કાલિસે 25 તથા બાઉચરે 39 રન ફટકાર્યા હતા. સુકાની રાહુલ દ્રવિડે 32 તથા વિરાટ કોહલીએ 23 રન નોંધાવ્‍યા હતા. અગાઉ મુંબઇ માટે ઓસ્‍ટ્રેલિયાના લ્‍યુક રોંચી અને શ્રીલંકાના ઝંઝાવાતી બેટ્‍સમેન સનત જયસૂર્યાએ ઇનિંગ્‍સનો પ્રારંભ કર્યો હતો. જોકે બીજી જ ઓવરમાં રોંચી આઉટ થઇ ગયો હતો. અને જયસૂર્યા રન આઉટનો ભોગ બન્યો હતો.

જયસૂર્યાએ 16 બોલમાં પાંચ બાઉન્‍ડ્રી અને એક સિકસર સાથે 29 રન ફટકાર્યા હતા. ટ્‍વેન્‍ટી20માં ભારતીય ટીમના નિયમિત બેટ્‍સમેન બની ગયેલા રોબિન ઉથપ્‍પાએ પ્રશંસનીય બેટિંગ કરી હતી અને 38 બોલમાં 48 રન ફટકાર્યા હતા. નાયરે 20 તથા શૌન પોલોકે 12 બોલમાં 28 રન ફટકાર્યા હતા.

આમ, મુંબઇ ઇંડિયંસ ટીમે 20 ઓવરમાં છ વિકેટના ભોગે 165 રન કર્યા હતા. જેના જવાબમાં રાહુલ દ્રવિડની બેંગ્લોરટીમે 19.4 ઓવરમાં પાંચ વિકેટના ભોગે 166 રન કરીને મેચ જીતી લીધી હતી.
ઘણું બધુ
કોલકત્તામાં આઇપીએલની મેચમાં લાઇટ ગઇ
રાહુલ અને પ્રિયંકા પણ આઈપીએલ જોવા પહોચ્યાં
આંતરરાષ્ટ્રીય કાર્યક્રમમાં આઈપીએલને જગ્યા આપો
બોલરોએ અમને જીતાડ્યા-સહેવાગ
ચેન્નઈ સુપર કિંગ્સની 33 રનથી શાનદાર જીત
આજે સાંજે 5 વાગ્યે કિંગ્સ Vs સુપર કિંગ્સ