મુખપૃષ્ઠ > રમત > આઈપીએલ > સમાચાર
સૂચનામિત્રને મોકલોઆ પેજ પ્રિન્ટ કરો
 
આજે રાજસ્થાન રોયલ્સ સામે કિંગ્સ પંજાબ
બન્ને ટીમોમાં પ્રથમ જીત માટેનો ખરાખરીનો જંગ

જયપુર. આજે આઇપીએલની ટ્‍વેન્‍ટી-20 ક્રિકેટ ટૂર્નામેંટમાં શેન વોર્નના નેતૃત્વવાળી રાજસ્‍થાન રોયલ્‍સની ટીમનો મુકાબલો યુવરાજની કિંગ્‍સ ઇલેવન પંજાબ સામે થશે. બંને ટીમ આ ટૂર્નામેંટમાં તેમની પ્રથમ મેચમાં હારી ગઇ છે. એટલા માટે બન્ને ટીમોમાં પ્રથમ જીત માટેનો ખરાખરીનો જંગ જામશે. જેનું સિધુ પ્રસારણ આજે સેટ મેકસ પરથી રાત્રે 8.00 કલાકે થશે.

શનિવારે રમાયેલી દિલ્‍હી ડેર ડેવિલ્‍સ સામેની મેચમાં રાજસ્‍થાનનો નવ વિકેટે પરાજય થયો હતો જયારે એ જ દિવસે ચેન્નાઇ સુપર કિંગ્‍સની ટીમે પંજાબની ટીમને 33 રનથી હરાવી હતી. હવે રાજસ્‍થાનની ટીમ તેના ઘરઆંગણે પહેલીવાર રમશે અને તે આ મેચ જીતવાનો પ્રયાસ કરશે. જ્યારે શનિવારે મોહાલીમાં રમાયેલી મેચમાં ચેન્નાઇની ટીમે માઇક હસ્‍સીની શાનદાર સદીની મદદથી 240 રન નોંધાવ્‍યા બાદ પંજાબની ટીમને 207 રનમાં આઉટ કરી દીધી હતી.

હસ્‍સીએ 54 બોલમાં સદી ફટકાર્યા બાદ પંજાબ માટે જેમ્‍સ હોપ્‍સે 33 બોલમાં 71 રન ફટકાર્યા હતા. જોકે હોપ્‍સ તેની ટીમને જીતાડી શકયો ન હતો. તેની સાથે શ્રીલંકાના સંગાકરાએ અડધી સદી ફટકારી હતી. હવે હોપ્‍સ અને સંગાકરાએ તેમના સુકાની યુવરાજની મદદથી સોમવારે રાજસ્‍થાન રોયલ્‍સનો મુકાબલો કરવાનો છે. આ ત્રણેય ખેલાડી પાસેથી ઘણી આશા રખાય છે.

દિલ્‍હી ડેર ડેવિલ્‍સની ટીમ સામે રાજસ્‍થાનનું પ્રદર્શન અત્‍યંત કંગાળ રહ્યું હતું. શેન વોર્નની ટીમ 20 ઓવરમાં માત્ર 129 રન નોંધાવી શકી હતી. આ સ્‍કોર વટાવવા માટે દિલ્‍હીની ટીમે માત્ર 15.1 ઓવર લીધી હતી. ઓપનર ગૌતમ ગંભીર અને ત્રીજા ક્રમના શિખર ધવને 112 રનની ભાગીદારી નોંધાવીને ટીમનો વિજય આસાન કરી નાખ્‍યો હતો. બંનેએ અડધી સદી ફટકારી હતી.

જયપુરમાં રાજસ્‍થાનની ટીમ કેવો દેખાવ કરે છે તેની ઉપર સૌની નજર રહેલી છે. ટીમમાં મુનાફ પટેલ, સિદ્ધાર્થ ત્રિવેદી અને શેન વોર્ન જેવા બોલર છે. તેમની બોલિંગ રાજસ્‍થાનને વિજય અપાવી શકે છે.
ઘણું બધુ
મુંબઇમાં બેંગ્લોર રોયલ ટીમનો 5 વિકેટે વિજય
કોલકત્તામાં આઇપીએલની મેચમાં લાઇટ ગઇ
રાહુલ અને પ્રિયંકા પણ આઈપીએલ જોવા પહોચ્યાં
આંતરરાષ્ટ્રીય કાર્યક્રમમાં આઈપીએલને જગ્યા આપો
બોલરોએ અમને જીતાડ્યા-સહેવાગ
ચેન્નઈ સુપર કિંગ્સની 33 રનથી શાનદાર જીત