જયપુર. જયપુરમાં સવાઇ માનસિંહ સ્ટેડિયમમાં રમાયેલી ટ્વેંટી-20 ટૂર્નામેંટના એક મેચમાં રાજસ્થાનની સ્થાનિક ટીમ શેન વોટસનની અણનમ અડધી સદીની મદદથી કિંગ્સ ઇલેવન પંજાબની ટીમને છ વિકેટ પરાજય આપીને બીસીસીઆઇની આ ટ્વેંટી-20 ટૂર્નામેંટમાં વિજયનું ખાતું ખોલાવ્યું હતું.
કિંગ્સ ઇલેવને પ્રથમ બેટિંગ પસંદ કરીને આઠ વિકેટે 165ના સ્કોર સામે રોયલ્સની ટીમે ચાર વિકેટે 168 રન બનાવીને વિજય પ્રાપ્ત કરી લીધો હતો.
રોયલ્સની ટીમમાં શેન વોટસન અને જોડેજાની આક્રમક રમતે કિંગ્સ ઈલેવન પંજાબની આશા પર પાણી ફેરવી દીધુ હતુ, શેન વોટસનને 5 છગ્ગા, 5 ચોક્કાની મદદથી 49 બોલોમાં અણનમ 76 રન ફટકાર્યા હતાં. જ્યારે જાડેજાએ 36 રન બનાવીને અણનમ રહ્યો હતો.
આ મેચમાં શેન વોટસને મેન ઓફ ધ મેચનો એવોર્ડ પણ આપવામાં આવ્યો હતો. મોહમ્મદ કૈફ-5, કામરાન-15, યૂસુફ પઠાન-7 અને લેહમન-17 રનનું યોગદાન આપ્યું હતું.
|