મુખપૃષ્ઠ > રમત > આઈપીએલ > સમાચાર
સૂચનામિત્રને મોકલોઆ પેજ પ્રિન્ટ કરો
 
ચેન્નઈનો મુંબઈ પર રોમાંચક વિજય

મેથ્યુ હેડન અને સુરેશ રૈનાની અડધી સદીઓની મદદથી વિશાળ સ્કોર ઉભો કરનારી ચેન્નઈ ટીમે ટવેંટી.20 ક્રિકેટ ટૂર્નામેન્ટમાં બુધવાર રાત્રે સચિન તેંડુલકર વિના મેદાન પર ઉતરેલી મુંબઈની ટીમને ખૂબ જ રોમાંચક મેચમાં 6 રનથી પરાજીત કરી પોતાનું વિજય અભિયાન આગળ વધાર્યું હતું.

હેડને 46 દડામાં 12 ચોક્કા અને બે છગ્ગાની મદદથી 81 અને રેનાએ 37 દડા પર 53 રન બનાવી બીજી વિકેટ માટે 204 રનની ભાગીદારી કરી. જેમાં ચેન્નઈની ટીમે પાંચ વિકેટ પર 208 રનનો મજબૂત સ્કોર કર્યો હતો. મુંબઈની ટીમ તરફથી રોબિન ઉથપ્પાએ 43, અભિજીત નાયરે અણનમ 45 અને હરભજન સિંહે 28 રન ફટકારી જીતવા માટે જોરદાર સંઘર્ષ કર્યો. પરંતુ તેમની ટીમ સાત વિકેટ પર 202 રન બનાવી શકી.

ચેન્નઈ ટીમને અંતિમ ઓવરમાં જીત માટે 19 રન જરૂર હતી. મહેન્દ્ર સિંહ ધોનીએ ટ્વેંટી.20 વિશ્વ કપ ફાઈનલમાં અંતિમ ઓવર ફેકનારા જોગિંદર શર્મા પર પુનઃ વિશ્વાસ વ્યક્ત કરતાં દડો સોપ્યો હતો. નાયરે શર્માનાં પ્રથમ બે દડા પર ચોક્કા ફટકાર્યા. છેલ્લા બે દડા પર આઠ રનની જરૂર હતી જેનાં પર માત્ર એક રન બન્યો હતો. ચેન્નઈ ટીમની આ સતત બીજી જીત છે અને હવે તેની પાસે ચાર અંક છે.
ઘણું બધુ
જાડેજા, દિનેશ ભાવી સુપરસ્ટાર- શેન વોર્ન
આજે ડેક્કન ચાર્જર્સનો ડેર ડેવિલ્સ સામે જંગ
રાજસ્થાન રોયલ્સે પંજાબ કિંગ્સને હરાવ્યું
આજે રાજસ્થાન રોયલ્સ સામે કિંગ્સ પંજાબ
મુંબઇમાં બેંગ્લોર રોયલ ટીમનો 5 વિકેટે વિજય
કોલકત્તામાં આઇપીએલની મેચમાં લાઇટ ગઇ