કરાચી. ભારતમાં બીસીસીઆઈ દ્વારા શરૂ થયેલી ઈન્ડિયન પ્રીમીયર લીગની સફળતાને જોઇને હવે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ પણ આવતા વર્ષથી પાકિસ્તાન પ્રીમીયર લીગ (પીપીએલ) લોંચ કરશે. આ પીપીએલ સ્થાનિક સ્તરે ટવેન્ટી 20 ટુર્નામેંટનું નવું સ્વરૂપ હશે. જેમાં અલગ અલગ શહેરોની ટીમોની ફ્રેન્ચાઈઝી હશે. આપીએલની જેમજ શહેરોની ટીમના સ્પોંસર માટે કંપનિઓને ઓફર આવતા વર્ષે કરવામાં આવશે.
પીસીબીના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે આ વખતે 10મી ઓગસ્ટથી જે ટ્વેંટી-20 સ્પર્ધા યોજાવવાની છે તે છેલ્લી વાર હશે ત્યારબાદ હવે નવા સ્તરે ટુર્નામેંટો પાકિસ્તાનમાં યોજાશે જેમાં સ્થાનિક ટીમોની સાથે મોટી કંપનિઓના સ્પોંસરરો પણ હશે.
અધિકારીએ વધુમાં કહ્યું કે આવતા વર્ષથી અમે આપીએલની જેમ જ રસ ધરાવતી કંપનીઓ અને વ્યક્તિગતોને ટીમની ફ્રેન્ચાઈઝી ઓફર કરીશુ. આ માટે કામગીરી શરૂ થઈ ગઈ છે.આ પીપીએલમાં વિદેશી ખેલાડીઓનો પણ સમાવેશ થશે. આ પીપીએલમાં બિલકુલ આઈપીએલની જેમ ખેલાડીઓની હરાજીની બધુ થશે અને લેવેચ જોવા મળશે.
આમાં એક નિયમ એ પણ કરવામાં આવ્યો છે કે દરેક શહેરની ટીમે પોતાનામાં ઓછામાં ઓછા ચાર અંડર 19 ખેલાડીઓને તો રાખવા જ પડશે.
તેઓએ વધુમાં માહિતી આપી હતી કે, પીસીબીનું માર્કેટીંગ ડીપાર્ટમેંટ અત્યારથી જ આ લીગનું ગ્રાઉંડવર્ક માર્કેટીંગ શરૂ કરી દીધું છે, પરંતુ આ બધુ સ્પોંસર્સ અને કંપનિઓ પર આધારિત છે.
છેલ્લે તેઓએ જણાવ્યું હતું કે, બોર્ડે આંતરરાષ્ટ્રીય ટેલીવિજન રાઇટ્સનું પેકેઝ આ વર્ષ દરમિયાન જાહેર કરી દેશે. બીજા દેશોમાં ચાલી રહેલી ટ્વેંટી-20 મેચોની સફળતાને જોઇને જ પીસીબી બોર્ડે આ યોજનાને લોંચ કરવાની યોજના બનાવી છે. અમે કેમ આ દિશામાં પાછળ રહીએ તેવું તેમનું કહેવું હતું.
|