મુંબઇ. 27મી એપ્રિલના રવિવારના રોજ મુંબઇમાં રમનારી આઇપીએલની મુંબઇ ઇંડિયંસ અને ડેક્કન ચાર્જર્સ હૈદરાબાદ વચ્ચે મેચમાં ચીઅર ગર્લ્સને ફકત ડાંસ કરવાની શરતી મંજૂરી અહીંની પોલીસે ઓર્ગેનાઇઝરોને આપી છે. મુંબઇમાં આઇપીએલની મેચ દરમિયાન ચીઅરગર્લ્સ પર પ્રતિબંધ લગાવવામાં નથી આવતો પરંતુ તેઓએ ડાંસ દરમિયાન કોઇ પણ પ્રકારની અશ્લીલ હરકતો કરવી નહીં તેવી ચેતાવણી મુંબઇ પોલીસે ઓર્ગેનાઇઝરને આપી છે અને તેઓ તેવું કરતા જોવા મળશે તો ઓર્ગેનાઇઝર પર કડક પગલાં લેવામાં આવશે તેવું જણાવ્યું છે.
નવી મુંબઈ પોલીસે આઈપીએલની મુંબઈ અને હૈદરાબાદ ટીમ વચ્ચે નવી મુંબઈના સ્ટેડિયમમાં 27મી એપ્રિલના રોજ રમાનારી મેચ દરમિયાન વિવાદોનું કેન્દ્ર બનેલી ચીઅર ગર્લ્સને ડાંસ કરવાની શરતી મંજૂરી આપી દીધી છે. તેમાં પોલીસ નિયામકે જણાવ્યુ હતું કે, આ વિદેશી યુવતીઓના કપડા પર પણ પોલીસ નજર રાખશે.
ચીઅર ગર્લ્સના ડાંસના વિરોધમાં ભાજપના વરિષ્ઠ નેતા વેંકાએ નાઇડુ પણ જોડાઇ ગયા હતા અને કહ્યું હતું કે, આ અમેરિકાની સ્ટાઇલ મુજબ ક્રિકેટ કે અન્ય રમતના મેદાનમાં મેચ દરમિયાન પ્રેક્ષકોના મનોરંજન માટે આવી અશ્લીલ હરકતો કરતી છોકરીઓને ડાંસ માટે ઉતારવામાં આવે છે.
મહારાષ્ટ્રના ગૃહ રાજ્ય મંત્રી સિઘ્ઘરામ મ્હેત્રેએ વિપક્ષને આશ્વાસન આપ્યુ હતુ કે તેઓ આ મામલે કાર્યવાહી કરશે. જો આ બાબત કેન્દ્ર સરકારના હસ્તક આવતી હશે તો રાજ્ય સરકાર આ મામલે કેન્દ્રને વાત કરશે. પણ કોઈ પણ રીતે ભારતીય સંસ્કૃતિ સાથે કોઈ પણ જાતનુ સમાધાન કરવામાં નહી આવે.
રાજ્ય સરકારનુ આવુ કડક વલણ જોઈને લાગતુ હતુ કે મુંબઈમાં યોજાનારી મેચોમાં ચીયર ગર્લ્સ પોતાના જલવા નહી દેખાડી શકે પરંતુ એવુ કંઈ પણ થયુ નહી. નવી મુંબઈ પોલીસે મુંબઈ અને હૈદરાબાદ વચ્ચે રમાનારી મેચમાં ચીયર ગર્લ્સને ડાંસ કરવાની છૂટ આપી છે.
ભાજપા અને શિવસેનાના જ નહી સત્તા પક્ષના કેટલાક નેતાઓએ પણ તેમના મુદ્દાને સમર્થન આપ્યુ હતુ.
અંત્રે નોંધનિય છે કે, ચીયર લીડર્સના ડાંસનો મુદ્દો મહારાષ્ટ્ર વિધાન સભામાં ભાજપ અને શિવ સેનાના નેતાઓએ ઉઠાવ્યો હતો. ભાજપાના નેતા નિતિન ગડકરીએ કહ્યું હતુ કે આનાથી મહિલાઓના આત્મ સન્માનને ઠેસ પંહોચે છે. ગડકરીએ આના પર તાત્કાલીક પ્રતિબંધની માંગણી કરી હતી.
|