મોહાલી. મુંબઈ ઈંડિયંસના કેપ્ટન હરભજન સિંહ અને કિંગ્સ ઈલેવન પંજાબના ફાસ્ટ બોલર એસ શ્રીસંતની વચ્ચે આજે આઈપીએલ મેચ દરમિયાન ટક્કર થઈ ગઈ હતી અને મેચ પૂર્ણ થયાં બાદ શ્રીસંત ઘણો સમય મેદાન પર રોતા રહ્યાં હતાં. શ્રીસંતના કઈક કહેવા પર ભડકી ઉઠેલા હરભજને તેમને થપ્પડ મારી હતી.
ત્યાર બાદ પંજાબ ટીમના ડ્રેસિંગ રૂમમાં શ્રીસંત અને હરભજન વચ્ચે લાંબી વાતચીત ચાલી હતી અને એવું માનવામાં આવી રહ્યું છે કે ભજ્જીએ પોતાના વર્તન બદલ માંફી પણ માંગી હતી.
આ મામલે હરભજને મેચ બાદ પ્રેસ કોન્ફરન્સમાં કઈ જ નહોતું કહ્યું. તેમની અને શ્રીસંતની વચ્ચેની ઘટના વિશે પુછવામાં આવ્યું તો તેઓએ કહ્યું કે મને ફક્ત ક્રિકેટ વિશે જ સવલ કરો.
વિજયી કેપ્ટન યુવરાજસિંહ આ અપ્રિય ઘટનાથી થોડાક નારાજ દેખાતા હતાં.
|