મુખપૃષ્ઠ > રમત > આઈપીએલ > સમાચાર
સૂચનામિત્રને મોકલોઆ પેજ પ્રિન્ટ કરો
 
ઇડન ગાર્ડનમાં ડાંસ નહીં કરે ચીયરગર્લ્સ
PTIPTI

કોલકત્તા. આઇપીએલ ટ્વેંટી-20 ક્રિકેટ ટૂર્નામેંટમાં મેચ દરમિયાન ચીયર લીડર્સનો દેખાવ અશ્લીલ કે અભદ્ર જોવા મળતા આયોજકો સામે કાર્યવાહી કરવાની મુંબઇ પોલિસે આપેલી ચેતાવણી બાદ આજે પશ્ચિમ બંગાળના ખેલમંત્રી સુભાષ ચક્રવર્તીએ આજે કહ્યું કે, ઇડન ગાર્ડનમાં થનારી આઇપીએલની આગામી મેચો દરમિયાન હવે ચીયરગર્લ્સ ડાંસ નહીં કરી શકે.

આવતીકાલે 27મી એપ્રિલે મુંબઇ ખાતે યોજાનારી મેચમાં આઇપીએલની મેચ દરમિયાન ચીઅરગર્લ્સ પર પ્રતિબંધ લગાવવામાં નથી આવતો પરંતુ તેઓએ ડાંસ દરમિયાન કોઇ પણ પ્રકારની અશ્લીલ હરકતો કરવી નહીં તેવી ચેતાવણી મુંબઇ પોલીસે ઓર્ગેનાઇઝરને આપી છે અને તેઓ તેવું કરતા જોવા મળશે તો ઓર્ગેનાઇઝર પર કડક પગલાં લેવામાં આવશે, તે ઘટના બાદ હવે પ.બંગાળના ખેલમંત્રી ચીયરગર્લ્સથી નારાજ થયા છે.

ચક્રવર્તીએ પત્રકારોને જણાવ્યું હતું કે, આવા ડાંસ પર પ્રતિબંધ મુકવો જોઇએ. ફુટબોલના મેદાન પર હું તેની મંજુરી નહીં આપું. એમના નિવેદનોથી વારંવાર સમાચારોમાં રહેતા ચક્રવર્તીએ કહ્યું કે, આ આયોજનોમાં બાળકો અને યુવાનો જોડાતા હોવાથી આવા અશ્લીલ ડાંસ જોઇને તેઓની નીતિ બગડે છે, આથી સરકારે આવા ડાંસ પર પ્રતિબંધ મુકી દેવો જોઇએ.

ખેલમંત્રીના આ નિવેદનને રાજયની સત્તાધિસ પાર્ટી વામમોર્ચા સરકારના બે અન્ય મંત્રિઓએ સમર્થન આપ્યું હતું અને કહ્યું હતું કે, ક્રિકેટ મેદાન પર આવા ડાંસ ભારતીય સંસ્કૃતિની વિરૂદ્ધ છે.
ઘણું બધુ
ભજ્જીએ શ્રીસંતને થપ્પડ લગાવી
મુંબઇમાં ચીઅરગર્લ્સને ડાંસની મંજૂરી-પોલીસ
2009માં પાકિસ્તાન પ્રીમીયર લીગ-પીસીબી
રાજસ્થાન રોયલ્સની રોમાંચક જીત
ચેન્નઈનો મુંબઈ પર રોમાંચક વિજય
જાડેજા, દિનેશ ભાવી સુપરસ્ટાર- શેન વોર્ન