ઇંડિયન પ્રીમીયર લીગ(આઇપીએલ)ના 9માં દિવસે આજે શનિવારે ચેન્નાઇ સુપર કિંગ્સ અને કોલકત્તા નાઇટ રાઇડર્સ વચ્ચે પ્રથમ મેચ રાત્રે 8 કલાકે ચેન્નાઇ ખાતે રમાશે. જયારે બપોરના ત્રણ કલાકે મેચમાં બેંગ્લોર રોયલ ચેલેંજર્સ અને જયપુરની રાજસ્થાન રોયલ્સ વચ્ચે બેંગ્લોરમાં યોજાશે.
આજની આપીએલની મેચોમાં સેટ મેકસ પરથી પ્રથમ મેચ બેંગ્લોર વિરૂદ્ધ રાજસ્થાનનું સાંજે 3.00 કલાકે તથા બીજી મેચ કોલકત્તા વિરૂદ્ધ ચેન્નાઇનું રાત્રે 8.00 કલાકે પ્રસારણ કરાશે. ચેન્નાઇ ખાતે રમાનારી ધોનીની ચેન્નાઇ અને સૌરવ ગાંગુલીની કોલકાતા નાઇટ રાઇડર્સની ટીમ વચ્ચે મુકાબલો રસપ્રદ બની શકે છે. કારણ કે, બન્ને ટીમ આઇપીએલમાં હોટ ફેવરિટ અને એક પણ વાર હારનો સામનો નથી કર્યો. આથી આજે કોઇ એક ટીમ હારનો સામનો કરશે.
જ્યારે અન્ય મેચમાં બેંગલોરની ટીમ સામે જયપુરની રાજસ્થાન રોયલ્સની ટીમનું પલ્લું ભારે રહી શકે છે. શેન વોર્નની આગેવાની હેઠળની રાજસ્થાનની ટીમ બે મેચ જીતી છે જયારે દ્રવિડની ટીમ એક મેચ જીતી શકી છે. ટૂર્નામેંટના પ્રારંભે તેનો કોલકત્તા સામે પરાજય થયો હતો. રાજસ્થાનની ટીમે ગુરુવારે શાનદાર રમત દાખવી હતી અને રોમાંચ વચ્ચે મેચ જીતી લીધી હતી.
|